SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૯ ) ઘંઘટ તણું પાપ કરી, પ્યારી પ્રિયા ન્યારી થઈ » ઘુંઘટ તણા પાપે અછત, અપ્રિયતા પ્યારી થઈ. ૧૦ અંતરશાંતિ. (૩૮) ગજલ સહિની. અંતર તણી શાંતિ વિના, નિદ્રા નયન આવે નહી, અંતર તણી શાંતિ વિના, આનંદ પણ આવે નહી. ૧ અંતર તણી શાંતિ વિના, આરામ પણ આવે નહી, અંતર તણી શાંતિ વિના, ભેજન મધુર ભાવે નહી. ૨ અંતર તણી શાંતિ વિના, ભગવાનની ભક્તિ નથી; અંતર તણી શાંતિ વિના, પ્રભુ ચરણે આસક્તિ નથી. ૩ અંતર તણી શાંતિ વિના, કળ નવ પડે એકે ઘ4; અંતર તણી શાંતિ વિના, મૂર્ખ મરે છે આથી ૪ અંતર તણી શાંતિ વિના, બગલા સરીખું ધ્યાન છે, અંતર તણું શાંતિ વિના, વાચ્યાર્થ કેવળ જ્ઞાન છે. ૫ અંતર તણી શાંતિ વિના, કુતરા સરીખું માન છે; અંતર તણું શાંતિ વિના, નિશ્ચય પુરૂષ નાદાન છે. ૬ અંતર તણી શાંતિ વિના, જપ તપ બધાં જૂઠાં પડે , અંતર તણી શાંતિ વિના, વૈરાગ્ય પણ ભૂઠે પડે. ૭ અંતર તણી શાંતિ વિના, તપ તેજ નાશી જાય છે; અંતર તણી શાંતિ વિના, માનવ અમાનવ થાય છે. ૮ માટે જ શાણું સજજને, મિત્ર અને શિષ્ય બધા, સદ્દગુરૂ તણું સાધથી, શાંતિ વરી લે સર્વથા. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy