________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમતાં ને રમતાં સમજ પડે નહીં, બહુ એક કાળ ગરી, વન વન ફરતાં રૂપ જ્યાં જાયું, સખિયેને સંગ તરી; શ્યામ અજિતાબ્ધિ મરી. શામળે. ”
(ગી. પ્ર. પૃ. ૨૫ ) - તદુપરાંત “ પ્રભુવિરહ, ' “અધ્યાત્મ ચુંદડીપ્રેમરસ' ભક્તિનેહ,
પ્રેમની કટાર, ” “પ્રેમભર્યા પ્રભુ આવે,' “ જાદુ કર્યા' વગેરે કાવ્યો ઉત્તમ કોટિનાં, સ્મરણપટે ઝટ ઝકડાઈ જાય તેવાં, મધુરતમ અને કાકી લકંઠી રમણીઓના કંઠને શરદ્દ પૂર્ણિમાની રસરાત્રે શેલાવે તેવાં છે. વાંચ્યા પછી મગજમાં તેનું સતત ગુંજન થયાં કરે છે અને વાતાવરણ સંગીતમય બને છે.
શંગાર કાવ્યો સિવાય “ ગીત પ્રભાકર' માં વૈરાગ્યનાં અને પ્રભુપ્રેમનાં સંખ્યાબંધ કાવ્ય નજરે પડે છે. જ્યાં ત્યાં કવિને પ્રભુની ઝાંખી થયા કરે છે. તેને વૈરાગ્યવાસિત આત્મા આત્મચિંતન કરે છે, અને પ્રભુ સાથે એકતાનતા સાધે છે. જુઓ “ અદ્વૈત પ્રભુ પ્રેમ અને સમય પ્રભુ. '
નીતિ અને ઉપદેશનાં કાવ્ય પણ સંખ્યાબંધ લખાયેલાં છે. તેમનું જીવન આમવર્ગના કલ્યાણ માટે હેઈ તેમને ઉપદેશ પણ તેને ઉદ્દેશીને જ વહ્યો છે. તેઓ પોતે એક સુંદર વકતા અને સમાજ સુધારક હતા તેમની તે છાપ તેમનાં કાવ્યોમાં બરાબર ઉઠે છે. કન્યાવિક્રય, બાલવિવાહ, રોવું કુટવું, હોટલ મેહ, દારૂ વ્યસન વગેરે ઉપર તેમણે સખત પ્રહાર કર્યા છે. જુઓ ગીત–પ્રભાકર પૃ. ૯૬, ૧૦૦, ૧૦૮, ૨૮૭, ૩૫૭, ૩૫૯. સમાજમાં પેઠેલે સંડે દૂર કરવા તેમણે અથાગ પરિશ્રમ સેવ્યો હતો. તેમનાં કાવ્યો પણ તેમના હદયની ધગશથી ભરપૂર છે. સુધારાની તેમની તમન્ના છુપી રહેતી નથી. સાધુષ પહેરી બાવાએ બની જગતને છેતરનારા બગભક્તો માટે પણ તેમણે સખત
For Private And Personal Use Only