________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ) મકરંદના ભેગી ભ્રમર !, તું પદ્મમાં અટકી ગયે;
પણ મુકત થાવા કેદથી, દરકાર હે કીધી નહીં. છે સ્વપ્નને સાચાં ગણ્યાં, ને જાગ્રતી જૂઠી ગણી;
જૂઠા અને સાચા તણું, દરકાર હે કીધી નહીં. સદગ્રંથ ભણી લે જ્ઞાનના, કર નાશ સઘળાં પાપને,
અવસર અજિત વહી જાય છે, દરકાર હે કીધી નહીં. પ્રિયા તણા શુભ પ્યારો, પ્યાલો પીધે બહુ પ્રેમથી
પ્રભુ નામ અમૃત રસ તણું, દરકાર હૈ કીધી નહીં.
સત્વો વિષે-( ૮૦)
લાવણી. સુભગ સચ્ચિદાનંદ દેવને, પળભર પણ ભૂલ ન કદી,
ચંચળ ચિત્તની ચપળ જાળમાં, સપડાઈ ફલે ન દી; દીન હીન દુઃખિયાનાં દુઃખને, દેખી અને વિહસ ન કદી,
કુટિલ “કુચાલી” કામ ચકમાં, ફેગટ ભાઈ ફસે ન કદી. ૧ પાપ પરાયણ પામર જનની, સંગત કરશે કદી નહીં;
શુદ્ધાચારી સંત પુરૂષની, સંગત તજશે કદી નહીં, જીવનની પરવાહ ન કરશે, સત્ય તણા પંથે રહેજો;
સત્ય વચન ઉચરજો તેપણ, અપ્રિય કદીયે નવ કહેજે. ૨ નિર્બળને નવ કદી સતાવે, પ્રેમ ભાવ કરતા રહેજે;
પ્રાણિમાત્રના શુદ્ધ હૃદયમાં, સદુપદેશ ભરતા રહેજે; સુખ દેખીને છકી ન જાશે; દુઃખ દેખીને નવ રાવું; સતિષી નિજ સ્વભાવ રાખજે, મોહ ઊંઘમાં નહી લેવું. ૩.
For Private And Personal Use Only