________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
ઉદ્યાનમાં હું જાઉં ત્યાં, દર્શન કરૂં છું આપનાં, “એકાંતમાં બેસું તદા, દર્શન કરૂં છું આપનાં. (ગી. પ્ર. પૃ. ૫)
આવો કાવ્યદેવીને અનન્ય ઉપાસક હોય તેને કાવ્ય-વિહાર ઉચ્ચ પ્રકારને હેય તેમાં શું આશ્ચર્ય ?
પ્રભુ-પ્રેમ-ભકિત-વિરહ, આત્મભાવના, નૈતિક ઉપદેશ, વૈરાગ્ય, સમાજ સુધારે અને સ્વદેશ પ્રેમ એ મુખ્યતઃ “ ગીત પ્રભાકર ” ના વસ્તુપ્રદેશ છે. ભજન, ગઝલો અને વિવિધ દેશીઓમાં કાવ્ય ગુંથણી થએલી છે. ગેયત્વ એ સર્વ કાવ્ય પ્રધાન ગુણ છે. પ્રેમભકિતના સૂરો જહાં તહાં ગુંજ્યા કરે છે. કવીશ્વર દયારામની ગેપીરૂપે પ્રભુ ભજવાની કલ્પના, આપણે કવિ ધર્મ જૈન છતાં, તેનાં ઘણાં ખરાં કાવ્યોમાં તરવર્યા કરે છે. રાધા અને કૃષ્ણની બેલડીએ, સેંકડો વર્ષોથી કાવ્ય ગુંજનાથે ગુજર કવિરત્નને અખૂટ પ્રેરણુંનાં અમી પાયાં છે. એક રીતે કહીએ તે રાધા-કૃષ્ણ યા કૃષ્ણ–ગોપીને વિષય, સાહિત્ય ક્ષેત્રમાં અમર રસકુંપી સમે, રસ પ્રદાન કરે તે મનાવે છે, અને પ્રતિક્ષણે તેમાંથી નવીનતા ઝરતી હાઈ રમણીય ગણાય છે. રાધાને વિરહ, કૃષ્ણની મેરલી, કનૈયાની કામણગારી મૂર્તિ, વૃન્દાવન વગેરે અક્ષત રસદાયી સનાતન કાવ્ય-વસ્તુઓએ આપણું કવિને પણ આકર્ષે છે. વૃન્દા તે વનમાં વ્હાલમ ઉભા,
લગની હૃદયમાં લાગી છે; અનહદની મેરલી વાગી છે. એ મેરલી કેરા શબ્દ હે સજની,
તૃષ્ણ જગતની ત્યાગી છે; અનહદની. ઘર અને બહાર સખી ઘડિ નથી ગમતું, મહે તે મૂતિ મેહનજીની માગી છે; અનહદની. ”
( ગી. પ્ર. પૃ. ૧૧ ) વહાલમ વૃન્દાવનમાં અનહદની મેરલી બજાવે છે અને તેના શબ્દશ્રવણથી કવિ જગતની તૃષ્ણ ફગાવી દે છે. વળી,
For Private And Personal Use Only