________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાવ્ય-પરિચય.
ગળથુથી સાથે જ કાવ્યરસામૃતને ગળે ઉતારવાની જેને પતિવર્ગની પ્રાચીન પ્રણાલિકાને અખંડિત રાખનાર પુરૂષો, જૈન સમાજમાં હજી સુધી પાકતા જ રહ્યા છે અને પિતાના પૂર્વજોએ અપેલા વિશાલ સાહિત્યકાલમાં ઉમેરો કર્યો જાય છે. સ્વ.યોગનિષ્ટ આચાર્ય બુદ્ધિસાગરજી, ગુજર સાહિત્યની અપૂર્વ અને બેનમૂન સેવા બજાવી, આ પાર્થિવ જગતમાંથી અલ્પસમય પૂર્વે જ, વિરામ પામ્યા છે. તેમનાં સુખદ સ્મરણ સૂકાય તે પહેલાં જ, તેમની કાવ્ય-સાધનાને આગળ ધપાવવાના કાર્યમાં રક્ત થયેલ, શિષ્ય અજિતસાગરસૂરિ ગુરૂના પંથે પળી “ અવશ્યમેવ” ને ભેટ્યા છે. કાવ્યદેવીને સમર્પણ કરેલો “અજિતાબ્ધિ” ને રસથાળ પણ નાને સૂને નથી. તેની વિવિધ વાનગીઓને ટુંક પરિચય કરાવતાં મને ખૂબ જ આનંદ થાય છે.
ગીતરત્નાકર” અને “કાવ્ય સુધાકર ' ની સુધા ટપકતી સુમધુર પંકિતઓને રસાસ્વાદ પામી ચૂકેલાને “ગીત પ્રભાકર' વાંચવા માટે લલચાવવાની જરૂર નથી. સહજ સિદ્ધ પ્રાસાદિકતા, રાગ વૈવિધ્ય, ઉજાત વિચારે, શબ્દ લાલિત્ય અને કર્ણપ્રિયસંગીતથી “ગીત પ્રભાકર'. નું, અવલથી આખર સુધીનું, પ્રત્યેક ગીત ગુંજી રહ્યું છે. સંદિગ્ધતા કે કઠોરતાનું નામ નિશાન પણ ન મળે. જૈન સાધુ એટલે જ નિર્મળ, નિરાડંબરી, સરળતા અને પ્રાસાદિકતાની મૂર્તિ. તેના શબ્દો મધુર અને પ્રિયંકર હોય છે. તેના વદન પર સદૈવ હાસ્યરેષાઓ ઝળકયા કરે છે. ધર્મની જીવંત જત તેના રોમેરેામે પ્રકાશી રહેલ હોય છે. તેના કાવ્ય-ઝરણાનું મનહર નીર તેના જીવનજળથી ભિન્ન પ્રકારનું કેમ જ હોઈ શકે? ખાસ કરીને જે પોતે કવિતાને રસિ હેય, અને વળી,
For Private And Personal Use Only