________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) નવના વિષચથી છું (૨૭)
ગજલ સેહિની. છે છતાં તે નથી, વિકૃત નજરથી અંધ છું;
સુણતાં છતાં સુણત નથી, વિકૃત શ્રવણથી મંદ છું. ૧ કામી છતાં કામી નથી, વિકૃત મદનથી વંઢ છું;
ડાહ્યો છતાં ડાહ્યો નથી, દ્રઢ થકી નિર્બદ્ધ છું. ૨ હાપણ જગતનું નવ ગમે, ચતુરાઈ પણ ગમતી નથી;
જગના ક્ષણિક વિષયે તણું, છેલ્લી ઘડી ગમતી નથી. ૩ આ વિશ્વકેરી રાતમાં, હારે દિવસ ભલિભાત છે;
આ વિશ્વકરા દિવસમાં, મહારી અનેરી રાત છે. ૪ આ વિશ્વકેરા ભાવની, હા જ્યાં દિસે ત્યાં ના કહુ;
આ વિશ્વકેરા ભાવની, જ્યાં ના દિસે ત્યાં હા કહું. ૫ ગાંઠું નહી હું વિશ્વને, મુજનેય જગ ગાંઠે નહીં,
મારાં મધુર વચને તણી, જગ ગાંઠ બાંધે નહી. ૬. કોને કહું મુજ વાત મહારૂં, હૃદય ક્યાં ખાલી કરું,
અપ્રિય જગતના ભાવની, હાલી નહી પ્યાલી કરૂં. ૭ જગ શન્ય જેને બોલતું, તેને કહું છું એક છે;
જગ એક જેને બેલતું, તેને કહું છું શૂન્ય છે. ૮ લોકો કહે મૂર્ખ છતાં, મુર્ખાઈથી હું મુક્ત છું;
લેકે કહે ચંચળ છતાં, ચતુરાઈથી હું મુક્ત છું. ૯ લોક કહે દેહી છતાં, એ દેહથી હું મુક્ત છું;
આનંદઘન અજિતાબ્ધિ હું, જગના વિષયથી મુક્ત છું. ૧૦
For Private And Personal Use Only