________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૭) શત્રુંજયે પ્રતિષ્ઠા કરાવી.
વલી સંવત ૧૬૭૫ ના વૈશાખ શુદિ અષ્ટમી રવિવારે નવાનગરવાસી એસવાલજ્ઞાતિ, નાગડાગેત્રી, અચલગચ્છીય શા. રાજસી પ૫૧ જિનબિંબ ભરાવી એક મોટું બાવન જિનવાલું ચૈત્ય કરાવ્યું છે. તેમની પ્રતિષ્ઠા વખતે પણ એજ આચાર્ય હતા. એક દેરાસર ઉપર નવ લાખ મહમુદ્દી ખરચી તથા એકવીશ પ્રાસાદ બીજા મહાટા કરાવ્યા. તેની ઉપર ચેરાસી લાખ કેરી ખરચી.
તથા એ આચાર્ય શ્રીઆગરામાં ચોમાસું રહ્યા હતા. તિહાં એમના ઉપદેશથી નપાલ અને શાનપાલે ઘણું ધન સાત ક્ષેત્રે વાપર્યું. શ્રીસમેતશિખરજીનો સંઘ કાહાલ્ય, તિહાં વીશે તીર્થકરના પગલા સમરાવી પ્રતિષ્ઠા કરાવી. સંવત્ ૧૬૭૧ માં યાત્રા કરી સંવત્ ૧૭૧૮ માં શ્રીભુજનગરે નિર્વાણ પામ્યા. એ આચાર્ય મહાટા અતિશયવાનું થયા છે. સર્વ મલી પચાશી વર્ષાયુ ભેગવી વગે ગયા.
For Private and Personal Use Only