________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(સ્વ૮) પાંસઠમાં પટ્ટધર શ્રીઅમરસાગર સૂરિ થયા. તે મેવાડદેશે ઉદયપુર નગરે શ્રીમાલીશાતે ચોધરી - ધાની સેના નામે ભાયના અમરચંદ્ર નામે પુત્ર સંવત્ ૧૬૯૪ માં જન્મ્યા. સં. ૧૭૦૫ માં દીક્ષા લીધી. સં. ૧૭૧૫ માં શ્રીખંભાત નગરે આચાર્યપદ પામ્યા. એ ગુરૂની પાસે સંવત્ ૧૭૧૬ ના વર્ષે મહાવદિ ચોથે શ્રીદીવબંદરના રહેવાસી પ્રાગ્વાટગેત્રીય મંત્રી છવાસુત માલજીયે પોતાની સ્ત્રી સહિત ચોથું વ્રત ગ્રહણ કર્યું. સંવત્ ૧૭૧૮ ના વર્ષમાં શ્રીકચ્છદેશે ભુજ નગરે છેશ પદ પામ્યા. એમણે અનેક તીર્થોની યાત્રાઓ કરી ચોરાસી ગચ્છને હસ્ત મંડાવ્યા. અનેક દેશમાં અનેક જિનચૈત્યની પ્રતિષ્ઠાયે બિરાજ્યા હતા. સંવત્ ૧૭૬૨ માં શ્રીલકે નિર્વાણ પામ્યા. સર્વમલી અડસઠ વર્ષાયુ ભેગવી સ્વર્ગ ગયા.
છાશઠમાં પટ્ટધર શ્રીવિદ્યાસાગરસૂરિ થયા. શ્રી કચ્છદેશે ખીરસરા બંદરમાં શા. કર્મસિંહની ભાય કમલાદે તેમના વિદ્યાધર નામે પુત્ર, સંવત્ ૧૭૪૭ના
For Private and Personal Use Only