________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ધર્મને પરાધિને માનવા તરફ આકર્ષાયા. જેન ગ્રહ
સ્થ ગુરૂ તરીકે જેન બ્રાહ્મણને કાયમ રાખવા માટે કુમારપાળના સમયમાં આગમવાદી જૈનાચાર્યોમાં મુખ્ય શ્રી હેમચંદ્રસૂરિ તરફથી પ્રવૃત્તિ શરૂ થઈ. તેમાં જે બ્રાહ્મણને જેનગૃહસ્થ ગુરૂ તરીકે સ્થાપ્યા, તેઓની સાથે વૈદિક બ્રાહ્મણ જ્ઞાતિ વ્યવહારને સંબંધ રાખે નહીં તેથી તેઓ ઠકકુર ભેજક તરીકે ગણાણુ, અને તેઓ અદ્યાપિપર્યત જૈનધર્મની પૂજા વગેરેની ક્રિયાઓ કરાવે છે અને જેનધર્મને પાળે છે. ચૈત્યવાસી ત્યાગીઓની પડતી દશા થઈ અને તેઓનું જેર હયું ત્યારે તેઓ કુમારપાળના સમયમાં પુનમીયાગચ્છમાં દાખલ થયા અને મહાત્મા તરીકે પ્રસિદ્ધ થયા. ચૈત્યવાસીઓના જોરના સમયથી જે જેન કુળ થયાં તેના ઈતિહાસે તેઓ રાખવા લાગ્યા અને હાલ પણ તેઓ જૈન વણિકના કુળગુરૂ તરીકે કાયમ રહ્યા છે. હાલ. મહાત્માઓ કેટલાક ઘરબારી થયા છે, પરંતુ તેમાં એકને ત્યાગી રાખવાને પ્રચાર છે. હાલમાં તેઓ લાલ, મુજ
For Private and Personal Use Only