________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૭ ) ( ૮૧ )
પ્રભુ મહાવીર ભક્ત લક્ષણ.
ચોપાઈ
મહાવીર જિનેશ્વર ભકત, હાય ન સંસારે આસક્ત; મનજીતીને બનતો જૈન, દુઃખ પડંતા ધરે ન દૈન્ય. શ્વાસોચ્છાસે વીરનું નામ, જપતે કરતે સર્વે કામ; મનમાં વીરપ્રભુ વિશ્વાસ, બીજી મનમાં ધરે ન આશ. પરબ્રહ્મા પરમાતમ દેવ, વીર પ્રભુની નિત્યે સેવ; જગમાં વીર પ્રભુ મહિમાય, દેખીને ભાવે ગુણગાય. જીભે વીર પ્રભુને હેત, પ્રાપ્તિ વીરપ્રભુ સંકેત; મન વાણી કાયામાં વીર, ધારી રાખે દુઃખે ધીર. ભરવામાં નહીં ભીતિ થાય, જીવનમાં નહીં હર્ષ જણાય આતમ ભાવે જીવન બેશ, ધરતો ટાળે મનના કલેશ. સર્વ અને આત્મસમાન, દેખી જાણ કરે ન હાન; વીરપ્રભુના ભક્ત જેહ, દેહ છતાં છે તે નિદેહ. વીર જપંતા કરતા કામ, અન્તમાં રહેતા નિષ્કામ; જેનોની કરતા બહુ વહાર, શિરધન સહુ દેવા તૈયાર. વીરપ્રભુના ભક્તતણી, સેવા સ્વાર્પણ ભાવે ઘણું એવી રહેણીના ધરનાર, જૈનો તે જાણે નરનાર. વીરભક્ત માટે જે મરે, સ્વર્ગ સંપદા નિશ્ચય વરે, વીરભકતો પર જેને રાગ, અન્તરમાં તેને છે ત્યાગ. વીરભકો માટે જે ભક્ત, સર્વ કરે પણ નહિ આસકત, જેને માટે સઘળાં કર્મ, કરતાં વીરજનેને ધર્મ. વિર જાપ જે પ્રેમી કરે, તેની સેવાએ શિર ધરે, વીર ભકતેનાં દર્શન કરે, ગેહત્યાદિક પાપ ટળે.
For Private And Personal Use Only