________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
સુણો. ૩
સુણો. ૪
સુણો. ૫
સુણ. ૬
સુણે. ૭
સુણે. ૮
( ૭૨ ) જૈન ધર્મને સાધે નિત્ય, દ્રવ્યને ભાવે રે. જેથી નાસે અનંતાં કર્મ, મુક્તતા થાવે રે. તમે સગુણને દાતાર, શીલવંતાં રે; ચેતન પૂજક નિર્લોભ, સત્ય વદંતાં રે. ધર્યા શ્રાવકનાં વ્રત બાર, જગ ઉપકારી રે, ધરે શુદ્ધાતમ ઉપગ, વૈરાગ્ય ધારી . સાધુસંતની કીધી સેવ, દીધાં દાને રે, અરિહંતનાં પૂજક બેશ, ખપ ન કશાને રે અરિહંત જિનેશ્વર દેવ, જાપને જપ રે, કરવાં કામે નિષ્કામ, ભાવને ગ્રહવે રે. તુમ પાછળ સંયમ લેઈ, વિદ્ધાર રે, કરવાને તીર્થ પ્રકાશ-છે અવતાર રે. તમે જીવે છે ત્યાં સુધી, દીક્ષા ન લેશું રે, પછી ચારિત્ર લેઈ ધર્મ, ઉપદેશ દેશું રે. વસ્ત્ર પેઠે દેહ છે એહ, સાથે ન આવે રે,
છ માયામાં ભરમાઈ, દુઃખડાં પાવે રે. કાયા મનથી આતમ ભિન્ન, ચિદાનન્દ ધામે રે, શુદ્ધ ગુણ પર્યાયાધાર, આતમરામે રે. રાખો આતમમાંહિ દષ્ટિ, ધર્મ સ્વભાવે રે; પુણ્ય પાપથી ભિન્ન છે આત્મ, નિત્ય સુહાવે રે. મહાવીર પ્રભુનાં વેંણુ, સુણ હરખાયાં રે, સિદ્ધાર્થને ત્રિશલામાત, ભાવના ભાવ્યાં છે. આતમમાંહિ જૈનધર્મ, ગુણપર્યાયે રે, નિશ્ચયથી વાળી દૃષ્ટિ, ઉપગ ભાવે રે. મહાવીર પ્રભુ ભગવાન, નિશ્ચય જાણ્યા રે; બુદ્ધિસાગર નય વ્યવહાર, ગે પ્રમાણ્યા રે.
સુણે. ૯
સુણો. ૧૦
સુણે. ૧૧
સુણે. ૧૨
સુણે. ૧૩
સુ. ૧૪
સુણે. ૧૫
For Private And Personal Use Only