________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮ ) (૫૮ )
સત્યપ્રેમ.
બેની રવિસાગર ગુરૂ વંદીએ. જ્ઞાની ભકત ગુરૂ કહે પ્રેમનું, સત્યરૂપ સુણે નરનાર, દેશકાલ વિષય બંધન નહીં, નહીં વાર્થને છાંટે લગાર, સત્ય પ્રેમનું લક્ષણ સાંભળો. દેહ રૂપની ભેગેછા નહીં, નામ કાતિની વાંછા ન લેશ; સ્થૂલ સૂકમ પ્રકૃતિ સામ્યમાં, રોગવિષમતાઓ કલેશ. સત્યપ્રેમ. ૨ મન વાણીને કાય એગમાં, નરનારીને સામ્ય સંબધ; શુદ્ધ પ્રેમ નહીં ત્યાં જાણીએ, માને પ્રેમ ત્યાં મૂઢને અભ્ય. સત્ય. ૩ પરસ્પર ઘડાયેલ કાયદા, વધુવરના વિચારાચાર; તેહ નષ્ટ થતાં વિશે અહે, એ તે ક્ષણિક પ્રેમ પ્રકાર. સત્ય. ૪ યુવાવસ્થામાં નરનારીને, કામાસતિનું બહુ જોર, એહ કામને ઉભરે જાણ, જલપરપોટા સમ તેર. સત્ય. ૫ જડ ઇન્દ્રિયોના ગુલામમાં, સત્યપ્રેમ નહીં પ્રગટાય; મનની પેલી પારે પ્રેમ જે, આત્મપ્રેમ તે સત્ય ગણાય. સત્ય. ૬ સૂત્યપ્રેમમાં પ્રતિબદલે નહીં, લીધે દીધે એ પ્રેમ ન હોય, કયે બળે એ પ્રેમ ન જાણુ, મન અનુસાર જે જેય. સત્ય. ૭ સાટે સાટાની જ્યાં વાંછના, મનમોજનું સાધન માત્ર;
જ્યાં સહેજે ન કર્તવ્ય થતાં, ત્યાં પ્રેમનું કે નહીં પાત્ર. સત્ય. ૮ બાહાધર્મ ભેદ બે કલેશથી, દુઃખી વર્તે નર ને નાર; શુદ્ધ આત્મસ્વરૂપ ન ઓળખે, સત્ય પ્રેમ ને ત્યાં નિર્ધાર. સત્ય. ૯
જ્યાં આતમ આતમ ઓળખે, સહેજે આતમ આતમ સહાય; ઉચ્ચ નીચને ભેદ ન સ્વપ્નમાં, સહેજે થાતી પરસ્પર સ્વાય, સત્ય. ૧૦
For Private And Personal Use Only