________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મના ધેરી મુનિવર, ધ્યાન સમાધિ પાયા; અપ્રમત્ત દશા ગુણગી, જસ સુરનર ગુણગાયા. ભવિ. ૧ , ચંદ્રસમાં સમતાથી શોભે, આત્મભાનુથી ઓપે; આત્મરૂપમાં મસ્ત બનીને, અશુદ્ધિ પરિણતિ રોધે. ભવિ. ૨ જિનશાસન ધેરી થયા એવા, સદગુણ તેમના લેવા; બુદ્ધિસાગર આત્મ ઉજાગર, જ્ઞાનિની કરવી સેવા. વિ. ૩.
બ્રહ્મચર્યની ગુહલી. ભવિ તમે વદે રે સરધર ગચ્છરાયા. એ રાગ, વીર ઉપદેશે રે, સાંભળો નરનારી, બ્રહ્મચર્ય પાળે રે, આતમ ગુણ હિતકારી. બ્રહ્મચર્ય ગુરૂકુળ આશ્રમથી, બાળકને કેળવીએ; બ્રહ્મચર્યના ગુણ સમજાવી, શકિત મેળવીએ. વીર. ૧ પચીશ વર્ષ લાગે પુરૂષને, વીશ વરસ લગે નારી; બ્રહ્મચર્ય ધારણુ ગુણકારી, લગ્ન પછી જયકારી. વીર. ૨ બાલલગ્ન મિથુનથી સંતતિ, નિર્બલ રોગ ભરેલી; જગમાંહી જીવવા નહીં લાયક, શકત ન હાય સુધરેલી.વીર. ૩ હસ્તકથી નિર્બલ રેગી, બાલક પુરૂ થાવે, લગ્નને લાયક નહીં તેવા જન, પડતી હેલી પાવે. વીર. ૪ વ્યભિચાર કરનારા લેકે, આતમ શક્તિ વિનાસે; ચાંદી પર વિટક ક્ષય, તુર્ત મરણ હોય પાસે. વીર. ૫ વીર્ય વિના નહીં જીવન જગમાં, લેકે ગુલામે સરખા દેહ વીર્ય વણ આતમ વીર્યન, વાદળ વણ નહીં વર્ષો. વીર. ૬ પ્રતિનિશ મૈથુનને કરનારાં, લેક ગુલામ બિચારાં, વંશ પરંપર પડતી પામે, દુશ્ચારિત્ર નઠારાં. વીર, ૭
For Private And Personal Use Only