________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરકુમારનું હાલરડું
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે.
વારી. ૧
વારી. ૨
વારી જાઉ વહાલા વીરકુમારને વારણે, ગાઉ વીર પ્રભુનું હાલરડું હરખાઈ; મારી આંખો પાંખે હાલે હૈયું હેતનું, મારી સઘળી આશા જીવંતી જગ થાઈ. ઝૂલો પારણિયામાં વર્ધમાન જિન બાલુડા, ગાઉ ગીત તમારાં મીઠાં રસ ભરપૂર; હાલે હાલો હાલે હાલે નંદન વિરને, રૂડું ઝળકે ત્રણ્ય ભુવનમાં સઘળે નર. કેટિ શશીને ભાનુ દેવ કરે તુજ આરતી, કરતા મંગલ દીવા દેવીએ નરનાર; દર્શન કરવા આવે સુરપતિ નરપતિ વ્હાલથી, વર્ષે આંગણિએ મણિકંચનના ભંડાર ધન ધન વૈદેહી જગજીવન રાજકુમારને, ઝળકે અંગે અને પરબ્રાનું તેજ; હારી લીલા સઘળી પરમેશ્વર શકિત ભરી, મેં તે જાણ્યાં તીર્થકરના લક્ષણ સહેજ. મારી કૂખે જન્મે જગજીવન જગને ધણી, તેથી ત્રણ્ય ભુવનમાં બની ઘણું પ્રખ્યાત; મારા હૈયામાં ઉછળતા સુખના સાગર, હું તે કહેવા તીર્થકરની જગ માત. કેટિ રવિ શશી તારા તુજ આંખોમાં શોભતા, તારા હૈયામાંહિ પૃથ્વી સર્વ સમાઈ;
વારી. ૩
વારી. ૪
વારી. ૧
For Private And Personal Use Only