________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ ).
( ૯૦ ) શ્રી મહાવીર પ્રભુના કાનમાં ગોવાળે ખીલા ઠેકષા
તે સમયની વીરપ્રભુની શુદ્ધાત્મદશા.
સનેહીસંત એ ગિરિ સે. એ રાગ. મન ! ! ! આત્મામાં થા લયલીન, દેહ દુખે ન થાવું દીન; દુઃખ સહી લે સમતાએ પીન, નિજાતમ થાવ નિજ ઉપયેગી, તું તે ચિદાનન્દ ગુણ ભેગી.
નિજાતમ. ૧ કર્મ ઉદયમાં આવે ને જાય, તેહ રૂપ ન હારું કદાથ; કર્મ નિજરે છૂટકો થાય.
નિજાતમ. ૨ કર્મને કમરૂપે નિહાળ, શુદ્ધ ચેતન નિશ્ચય ભાળ; શુદ્ધાતમમાં દષ્ટિ વાળ.
નિજાતમ. ૩ કર્મોદયમાં નિમિત્ત શેવાળ, તેને આતમરૂપે ભાળ; સમભાવે વિશ્વ નિહાળ.
નિજાત. ૪ આપ કર્તાને આપહિ હર્તા, સ્વયં જ્ઞાનાદિ ગુણધર્તા, આત્મભાવે છે આત્મવિમળતા.
નિજાતમ. ૫ મનભાવે શાતા અશાતા, દેહાધ્યાસે સ્વયં દુખ દાતા; દુઃખ લેશ ન આત્મરંગાતાં. - નિજાતમ. ૬ આત્મભાવે કર્મ ન રહેતાં, કર્મબંધ ન સમતાએ સહેતાં; મન આત્મામાં લીન કરતાં.
નિજાતમ. ૭ દેવાદારનું દેવું ચૂકાવ, આ ઉત્સવ દિવસ ભાવ; શુદ્ધ બ્રહ્મમાં લીનતા લાવ. શુદ્ધાતમમાં મનડું ઠારી, શુભાશુભ વિકલ્પ વારી થયા ધ્યાનમાં રિથર ગુણધારી.
નિજાતમ. ૯ ધન્ય વીરની ધ્યાન સમાધિ, જેમાં ભાસે ન દુઃખ ઉપાધિ, જેણે સાધના અન્તર્ સાધી.
નિૌતમ. ૧૦
નિજાતમ. ૮
For Private And Personal Use Only