________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 9 ) અષ્ટોત્તર શત ગ્રંથ અધિક શુભ, સંસ્કૃત રચના સારીરે, જિન શાસનની ઉન્નતિ કીધી, સંવિગ્ન પક્ષ વધારીરે. વંદુ. ૨ દર્શન જ્ઞાનચરણમાં લીને, પંચ મહાવ્રત ધારી રે; દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે, પરમ પ્રભાવનાકારી રે. વંદુ. ૩ નિશ્ચયને વ્યવહારમાં પૂરા, સાધન સાધ્ય વિચારી રે; જ્ઞાન કિયાના સાધક શરા, પ્રગટયા મહા અવતારી રે. વંદુ “કે તુજ વાણી અમૃત ગુણખાણી, અનેકાન્ત ન ધારીરે, તુજ ગ્રંથોના અભ્યાસક જન, અનુભવ લે નિર્ધારીરે વંદુ. ૫ જિનશાસનના ઘેરી કલિયુગ, ગીતારથ અનગારીરે, દીર્ધદષ્ટિ જિનશાસન રક્ષક, ધ્યાને ઘટ ઉજિયારીરે. વંદુ. હું પ્રાણજીવન મુજ હૃદયના સ્વામી, જગમ તીર્થ સુધારીરે, તુજ વિરહ મુજ ચેન પડે નહિ, દર્શન ઘો સુખકારી. વંદુ. ૭ અનેકાન્તનય જ્ઞાન બતાવી, સેવક શ્રદ્ધા વધારીરે, એ ઉપકાર તમારે ન ભૂ લું, ભવભવ તું હિતકારીરે. વંદુ. ૮ અષ્ટ સિદ્ધિ સિદ્ધિ શુભદાયક, સેવા ગ્રહી એક તારીરે, બુદ્ધિસાગર સહાય કરે ગુરૂ, વન્દુ વાર હજારી રે. વંદુ. ૯
ગહુંલી. ૬૧
सातवारनी गुरु गहुंली. ( રઘુપતિ રામ હૃદયમાંહિ રહેજોરે–એ રાગ. ) પુરવના પુણ્યથી ગુરૂ દીઠારે, મારા હૈયડામાં લાગ્યા મીઠા. પુરવ. સેમવારે તે સમતા આદરીએ, પાપ કામે સહુ પરિહરીએ રે; સામાયક શુદ્ધ ઉચ્ચારીએ.
પુરવ. ૧ મંગલવારે મેહને મારે, હૈયડામાંહિ હિમ્મત ધારે રે વેગે વિષય વિકારે વારે.
પુરવ. ૨
For Private And Personal Use Only