________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૭)
ગહુંલી. કુર
लक्षाधिपतिओने हितशिक्षा. (આઘવજી દેશે કહેજે શ્યામને એ રાગ) હે લક્ષાધિપતિઓ જગમાં શું રળ્યા, કયાંથી આવ્યા ને કયાં જાશે ભવ્ય જે; શાને માટે જન્મ્યા જાગી જજે, સમજે જગમાં શું? સારું કર્તવ્ય છે. હે લક્ષા. ૧ શેર એક દારૂનો નશો ચડે, લાખોપતિને તેવું ધનનું ઘેન જે, ધનના ઘેને ઘેરા અહંકારમાં, એવા નરને સમતાનું નહિ ચેન જે.
હે લક્ષા. ૨ ગાડી વાડી લાડમાં ગુલતાન જે, પૈસા માટે પાપ કરે નિશદિન જે; વૈરાગ્ય મન વાળે કયાંથી પ્રાણિયા, વ્યાપારે વતે વૃત્તિ લયલીન જે.
હે લક્ષા. ૩ પૈસાને પરમેશ્વર માન્ય પ્રમથી, સીને ગુરૂ માની કરતા તસ સેવ જે, રાત દિવસ લેભે લલચાયે લાલચુ, એક ચિત્તથી સેવે નહિ જિનદેવ જે. હે લક્ષા. ૪ ધર્મ કર્મને મૂકી ક્યાં અથવાઓ છે, પદવી પુછે મળતું ! ઉપમાન જે દુનિયાના માને શું મન મલકાઓ છે, લક્ષ્મી દેખી શું થા ગુલતાન જે.
હે લક્ષા, ૫ મરતાં લહમ સાથ ન આવે જાણજે, હાય હાય કરતે જાઈશ તું એક જે;
For Private And Personal Use Only