________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) ગહુલી. ૨૪
पतिव्रता स्त्री विषे. ( ઓધવજી સંદેશો કહેજો શ્યામને. એ રાગ. ) પતિવ્રતા પ્રમદાના ઘર્મો સાંભળે, પ્રભાત કાલે વહેલી ઉઠે નાર જે; મહામંત્ર પરમેષ્ટીના મનમાં ગણે, દિન કૃત્યોને ક્રમથી કરે વિચાર જો. પતિવ્રતા. ૧ પ્રતિદિવસ લધુતાથી વિનયે વર્તતી, પ્રેમે પડતી સાસુ સસરા પાય છે; ઘરનાં કાર્ય કરે વતનથી દેખીને, વૃદ્ધ બાલને ખવરાવીને ખાય છે. પતિવ્રતા. ૨ નણંદ જેઠાણી જેઠ દીયર ને દાસીઓ, વર્તે સદાચરણથી સહુની સાથે જો ઠપકા મહેણાં સહન કરે સહુ પ્રીતથી, નવરાશે ભજતી તે ત્રિભુવન નાથ જે. પતિવ્રતા. ૩ બાલક બચ્ચાંને જાળવતી પ્રેમથી, કદી ન કરતી કુટુંબ સાથે ખાર જે; મોટું પેટ કરીને સહુનું સાંભળે, પર પુરૂષથી કદી કરે નહિ યાર જે. પતિવ્રતા. ૪ મીઠાં વચને બેલે સહુની સાથમાં, સુખ દુ:ખ વેળા મન રાખે સમભાવ જો; ઘરની વાતો થી આગળ નહીં કરે, ધર્મ કર્મને કરતી મનમાં હાવ . પતિવ્રતા પ નહિ પળે પતિને હઠીલી થઈ કદી, સંકટ પડતાં પતિને કરતી સહાય જે;
For Private And Personal Use Only