________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર,
પ૭
દાખ્યો છે. આત્માને અવ્યાબાધ અનંત સુખમય ગુણ તે વેદનીય કમેં દાખે છે. આત્માને ક્ષાયિક સમકિત ગુણ તે મેહનીયક દાખે છે. આત્માને અક્ષયસ્થિતિરૂપ ગુણ આયુષ્યકર્મો દાખે છે. આત્માને અરૂપી ગુણ તે નામક દાખે છે, આત્માને અગુરુ લઘુ ગુણ તે ગેત્રમે આવે છે. આત્માને અનંતવીર્ય ગુણ તે અંતરાયકમેં રે છે, એમ આત્માના આઠ ગુણ તે આઠ કમે ફેક્યા છે. તેથી હે ચેતન ! અનંત શક્તિને ધણી છતાં તું રંક જે બની ગયો છે. એમ ચાર બંધના ભેદ વિચારતાં તથા બંધ ઉદય, ઉદીરણું અને સત્તા એ ચાર વિચાર કરતાં વિપાકવિચય ધર્મધ્યાન પ્રગટ થાય છે અને તેથી આત્માની શુદ્ધિ થાય છે,
૪ સંસ્થાન વિચય. આ લેક અનાદિ અનંત છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ યુક્ત સર્વ પદાર્થ છે. ધર્માસ્તિકાય દ્રવ્ય, અસંખ્યાત પ્રદેશી ચાદ રાજ લેકમાં વ્યાપી રહ્યું છે. સ્થિતિસહાયગુણયુત અધર્માસ્તિકાયદ્રવ્ય, અસં. ખ્યાતપ્રદેશી ચઉદરાજક વ્યાપી છે. આકાશાસ્તિકાય દ્રવ્ય, લોક અલક વ્યાપી છે. કાલના પ્રદેશ નથી, એ ઓપચારિક દ્રવ્ય છે. જીવના અસંખ્યાતા પ્રદેશ છે, અને તે કેવલજ્ઞાનની અપેક્ષાએ ચાદ રાજલક વ્યાપી છે. જીવ દ્રવ્ય અનંત છે. આંખની પાંપણેને એક વાળ લઈને તેને એવા સુકમ ખંડ કરીએ કે જેના એક ખંડના બે ખંડ ન થાય, એવા સૂક્ષ્મ વાળ ખંડ પ્રમાણે આકાશક્ષેત્ર લહીએ, એટલામાં આકાશરૂ૫ ક્ષેત્રમાં આકાશના અસંખ્યાતા પ્રદેશ રહ્યા છે, અને તેટલામાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ છે, તથા અધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશ રહ્યા છે, અને તેટલામાં નિગાદીઆ ગેલા પણ અસંખ્યાતા રહ્યા છે. તે સર્વ પડ્યા મૂકીને તે માંહેથી એક ગોળો લઈએ, તે એક ગાળામાં પણ અસંખ્યાત નિગેઇ રહી છે,
For Private And Personal Use Only