________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ્યાન વિચાર.
૫૫
અને દ્વેષ રહિત વીતરાગ ભગવંતે કેવલજ્ઞાનવડે જે જે વસ્તુનું કથન કર્યું છે તે સત્ય છે, એકાંત હિતકારક છે, તે પ્રમાણે વર્તવાથી ભવને નાશ થાય છે, એમ ચિંતવવું તે આજ્ઞાવિચય નામને પહેલે પાયે જાણ
હવે અપાયરિચય નામને બીજે પાયે કહે છે.
મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધ, માન, માયા, લોભ અને મનવચન કાયાના સાવદ્ય ગરૂપ આસ્રવ છે, તેનાથી આ લોકમાં અને પરલોકમાં ઘણું દુ:ખ ભેગવવાં પડે છે. તે મહાદુઃખના હેતુ છે, હે ચેતન તું હવે જાણે છે કે એ આસવ પુદગલ છે, અનાદિકાલથી આત્માની સાથે લાગેલું છે, તું એનાથી ન્યારે છે, એ પુદ્ગલને સ્વભાવ જડ છે. તું તે ચેતન છે, તું અનંત જ્ઞાનમય છે, અનંતદર્શન અને અનંત ચારિત્રમયનું છે, તું શુદ્ધ છે, બુદ્ધ છે, અવિનાશી છે, અજ છે, અનાદિ, અનંત, અક્ષય, અક્ષર, અક્ષર, અચલ, અકલ, અગમ્ય, અનામી, અકર્મા, અને અબંધક છે, અનુદય છે, અનુદરિક છે, અભેગી, અરેગી, અશોકી, અગી, અલેશી, અકષાયી, અવેદી, અછેદી, અભેદી અને અખેદી છે. અશરીરી, અનાહારી છે. અવ્યાબાધ અનવગાહી છે, અગુરૂ લઘુ છે, અપરિણામી, અતિંદ્રિય, અપ્રાણી, અની, અસંસારી, અમેહી, અમલ, અચલ, અપરંપાર છે, અનાસવ છે, અલખ છે, અસંગી છે, અમૂર્ત છે, સ્વભાવરમણીય છે, પરભાવ ત્યાગી છે, અનાકાર છે, કાલોકજ્ઞાયક છે, એ શુદ્ધ ચિદાનંદ મારો આત્મા છે. એવું જે એકાગ્રતારૂપ તન્મયપણે પરિસુમન છે તેને અપાયવિચય નામને બીજે ધર્મધ્યાનનો પાયે કહે છે.
૩ વિપાક વિચય. ક્ષણે ક્ષણે કર્મફળને ઉદય જે અનેક તરેહને ઉત્પન્ન થાય છે તેનાથી સુખ દુઃખ જોગવતાં હર્ષક નહીં કરતાં વિચારવું
For Private And Personal Use Only