________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
ધ્યાન વિચાર.
માનને સમ ગણવાવાળા હાય, પોતાના શિષ્ય તથા પારકાના શિષ્ય ઉપર સમભાવવાળા હાય, ભાગી ન હોય, સંસારના ભયવાળે! હાય, આ શરીરને ક્ષણભંગુર જાણુતા હાય, હઠવાદી ન હોય, અને વીતરાગ વચનાનુસારે ચાલનારા હાય, તે પુરૂષ ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન ક્યાયી શકે છે.
રેચક, પૂરક, અને કુંભકરૂપ પ્રાણાયામ જે અજ્ઞાનીએ કરે છે, અને સમાધિ લગાવે છે, તેતેા હુઠ સમાધિ જાણવી. જીવાદિ નવતત્ત્વ તથા ષટ્ટુન્ય, સાતનય, સપ્તભંગી, અને નિક્ષેપ, ઇત્યાદિ જીનમતના જાણકાર એવા પ્રાણાયામ વગેરે કર્યા વિના ધ ધ્યાન વિગેરે ધ્યાવે છે તે સહજ સમાધિ જાણવી, અને તેથી મુક્તિ પ્રાપ્ત થાય છે; પણ જીનવચનને જાણ્યા વિના જે પુરૂષ હુઠ સમાધિ કરે છે તેમની મુકિત શી રીતે થાય ? સહજ સમાધિ વિના લાખાવાર ઠુઠ સમાધિ કરવાથી મુકિત પ્રાપ્ત થઈ શકતી નથી. સાપેક્ષાએ સહુજ સમાધિ પૂર્વક હુઠ સમાધિની સફળતા છે. જૈનપ્રક્રિયાના અનુ સારે હુઠ સમાધિ કરવી જોઇએ. હઠ સમાધિમાં કષ્ટના પાર નથી. હુડ સમાધિથી કેટલીક પાગલિક ૠદ્ધિ સિદ્ધિ પ્રગટ થાય છે, પણ આત્મ ઋદ્ધિ પ્રાપ્ત થતી નથી. હવે ધ્યાનના ચાર પાયા બતાવવામાં આવે છે. શાશ્વતધ્યાન વિના અનત સુખમય દશા પામી શકાતી નથી.
ધ્યાની પુરૂષાએ જે ઠેકાણે રહેવાથી પેાતાને ધ્યાનમાં લાભ થાય તે ઠેકાણે રહેવુ. જે રાત્રી, દિવસ, પહેાર અને ઘડી, ધ્યાનમાં ગઇ તે લેખે છે, તે વેળા ધન્ય કરી માનવી. વાચના, પૃચ્છના, પરાવના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા લક્ષણરૂપ સ્વાધ્યાય છે તે ધ્યાનમાં લખનભૂત છે, માટે તેની પણ આવશ્યકતા છે. એમ અન્ ભગવાન કહે છે. આ પંચમકાળમાં કૈાઇ વિશિષ્ટ જ્ઞાનવ ત નથી. સંશય નાશ કરનાર જ્ઞાનીઓને અભાવ થવાથી જીનેશ્વરે કથન કરેલા સૂક્ષ્મભેદની સમજણુ મને યથાર્થ પડતી નથી, પરંતુ રાગ
For Private And Personal Use Only