________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાન વિચાર.
ચેથાવતની પાંચ ભાવના કહે છે. ૧ જે ઘરમાં ભીંતને અંતરે દેવી અથવા મનુષ્યની સ્ત્રી વસતી હોય, અથવા સ્ત્રીના ચિત્રામણની મૂર્તિ હોય, અથવા નપુંસક
દવાળા રહેતા હોય, તથા જે મકાનમાં ગાય, ભેંસ, ઘડી, બકરી, પ્રમુખ તિર્યંચની સ્ત્રી રાખવામાં આવતી હોય, તેમજ જે મકાનમાં કામ સેવન કરનારી સ્ત્રીના શબ્દ સંભળાતા હોય, તે મકાનમાં સાધુ રહે નહીં. એ પ્રથમ ભાવના.
૨ સાધુ પ્રેમ સહિત સ્ત્રી વા સાધ્વીની સાથે વાર્તાલાપ ન કરે અથવા રાગવાળી સ્ત્રીની સાથે વાર્તાલાપ ન કરે એ બીજી ભાવના,
૩ દીક્ષા લીધા પહેલાં ગૃહસ્થાવાસમાં સ્ત્રીની સાથે જે વિષય સેવન પ્રમુખ કીડા કરી હોય તેનું મનમાં કઈ વખત સ્મરણ કરે નહીં.
૪ અવિવેકી મનુષ્યને દેખવા તેમજ સ્ત્રીના અંગોપાંગ મુખ, આંખ, સ્તન, જંઘા, હઠ પ્રમુખ તેને સરાગ દ્રષ્ટિથી જેવાં, તથા વળી આંખ ફાડીને એકી નજરે જેવું ઈત્યાદિ વજે. દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે મરેલી સ્ત્રીનું કલેવર પણ સાધુએ નિહાળી જેવું નહીં, તો જીવતી સ્ત્રીનું શરીર જેવું તે તો મહા દુ:ખદાઈ કેમ ન હોય ? સ્ત્રીના અંગે પાંગ સરાગદ્રષ્ટિથી જુવે નહીં. કથા શૃંગાર કરવો વજે. - ૫ પ્રણત, સ્નિગ્ધ, મધુરાદિરસસંયુક્ત ભજન તેને અધિક આહાર કરવો, તથા લુખું ભેજન પણ પેટ ભરીને ખાવું, આ બન્ને પ્રકારના આહારને ત્યાગ કરે. પુષ્ટ આહાર કરવાથી વીર્યની વૃદ્ધિ થાય છે. તેથી કામવિકાર વાળી માઠી બુદ્ધિ થાય છે, માટે સારે સ્નિગ્ધ આહાર કરે નહીં ઈત્યાદિ.
હવે પાંચમા વ્રતની પાંચ ભાવના કહે છે –
સ્પર્શાદિ મને હર પચે વિષયોમાં જે અત્યંત વૃદ્ધિપણું તે વર્જવું તેમજ અપ્રિયસ્પર્શાદિ પાંચ વિષયોમાં શ્રેષ ન કરે. એ
For Private And Personal Use Only