________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४८
પત્ર સદુપદેશ.
------------------ ------ થવું જોઈએ. ધર્મબંધે? તારા આત્માને પવિત્ર કરવા ક્ષમાપનાના માર્ગે વાળ.
જ્યાં સુધી મન, વાણી અને કાયાને દુરૂપયોગ થાય છે ત્યાં સુધી અનેક જીવને દુઃખી કરવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. આપણે મિત્રોની સાથે, આપણું ગુરૂજનોની સાથે, આપણા સ્નેહીઓની સાથે, આપણું પ્રતિપક્ષીઓની સાથે પણ ક્ષમાથી વર્તીને તેઓના આત્માઓનું શ્રેયઃ ઈચ્છવા પ્રયત્ન કરો. ધર્મબધે! શારીરિકઉન્નતિના કરતાં આત્મિોન્નતિ કરનાર ક્ષમાપનાને હૃદયમાં ધારણ કરવી જોઈએ. ગુણસ્થાનકની ભૂમિપર ચઢવા માટે ક્ષમાપનાનું બળ પ્રાપ્ત કર્યા વિના છૂટકે થવાનું નથી. કેઈપણ જીવ મા વિના મુક્ત થયો નથી અને થવાનું નથી. આપણે હૃદયથી ક્ષમા કરવી જોઈએ. જેની સાથે શુદ્ધ પ્રેમ છે તેની સાથે તે માફી જેવું વર્તન રહે છે પણ જેઓએ આપણું માર્ગમાં કાંટાઓ વેર્યા હોય છે અને જેઓ દુર્જનોની રીત ધારણ કરે છે તેઓના આત્માઓને ખરી રીતે ક્ષમા આપવાની જરૂર છે. ધર્મબંધુપણે આ માર્ગ પર ચાલવું એમાં જ તારી આત્માની ઉન્નતિ સમાયેલી છે. આપણું આત્માને સદાકાલ આવી ક્ષમાપનાની રીતિથી ઉચ્ચ કરવા પ્રયત્ન કરવું જોઈએ.
માતાની જેમ પિતાના સંતાનેપર જેવી ક્ષમાદષ્ટિ રહે છે તેવી સર્વજીવે ઉપર આપણી ક્ષમાદષ્ટિ રહેવી જોઈએ. આપણે ખરા અંતઃકરણથી ક્ષમા આપવાની ટેવને આચારમાં મૂકવી જોઇએ. ક્ષમાપનાના સદ્વિચારેને આચારમાં મૂક્યા વિના ઇછિત ફળની સિદ્ધિ થતી નથી. મનમાં વૈર ઝેરના વિચાર કરવાથી મનની મલિનતા વધતી જાય છે, અને અને પરિણામ એ આવે છે કે અશુભવિચારોના વશમાં પડેલે આત્મા પિતાની સ્વાભાવિક શાન્તિથી પરામુખ થાય છે. મનમાંથી વેર ઝેરના કુવિચારે કાઢી નાખવાથી પિતાને આત્મા જ પિતાને શાંતિ આપવા સમર્થ થાય છે. આપણા મનની આગળ જે અપરાધી વ્યકિતયો ખડી થતી હોય તેઓને ક્ષમા આપીને પોતાના આત્માની ઉચ્ચતા કરવી જોઈએ. મનુષ્યના બાહ્યજીવન અને આન્તરિકજીવનને તપાસીને તેઓને ગુણાનુરાગદષ્ટિથી અવલોકવા જોઈએ અને તેઓના અપરાધોને ખમવા જોઈએ. જે મનુષ્ય ખમે છે તે મહાન છે અને જે મનુષ્ય ખમતો નથી તે મહાન થતું નથી. જીવોને ખમાવવાથી મનના આમળા ટળી જાય છે અને શારદીય સરેવરની પેઠે મનની નિર્મલતા થાય છે.
તે મનુષ્યમાં ક્ષમાગુણ ઉત્પન્ન થાય છે તે મનુષ્ય પોતાના આત્માની
For Private And Personal Use Only