________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુકામ પેથાપુર. લે.......
સુશ્રાવક આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર મળ્યો તમે જે માટે લખો છો તે સત્ય નથી. માટે તે વાત કરવી યોગ્ય નથી તેમ છતાં તમારે આત્મા એકાન્ત રાગદષ્ટિએ વા ભોળપણે તેમ કરવા હા પાડતા હોય વા તમારી દષ્ટિએ તમને સત્ય જણાતું હોય તે તેમાં અમારી ના નથી. ભવિષ્યમાં પરિણામ સારૂં નથી. રાગના સ્થાને વૈરાગ્યની જરૂર છે અને સમતાથી કાર્ય કરવાની જરૂર છે. ઝાંઝવાનું જલ તે ખરૂં જલ નથી છતાં મૃગો બ્રાન્તિથી દોડીને થાકી જાય છે. વ્યાવહારિકરીતિએ અને ધાર્મિક રીતિએ જે કર્તવ્ય કરવાને હારા શીર્ષ પર બોજો છે તે વહ્યા. કર. શ્રાવકના અધિકાર પ્રમાણે દરરોજ પ્રવૃત્તિ કર. પરવસ્તુમાં નકામો બ્રાન્તિથી મુંઝાઈને અસત્યસંબંધોને સત્ય સંબંધે માની લઈ વિકલ્પ સંકલ્પ કરી દિવ્ય માર્ગથી શા માટે ભ્રષ્ટ થાય છે. ત્યારે કોઈની જરૂર નથી. હારા આત્માને સુધાર. જ્ઞાનાભ્યાસમાં વૃદ્ધિ કર. સૂંઠના ગાંગડે ગાંધી માનીને આગળ અભ્યાસ કરવામાં જે પ્રમાદ કરે છે, તેથી ભવિષ્યમાં પશ્ચાતાપ પામીશ, માટે પ્રકરણો વગેરેનો અભ્યાસ કર. કોઈની અપેક્ષા ન રાખ. હારા વ્યાપારમાં લક્ષ રાખ. કર્તવ્ય પ્રમાણે પ્રવર્યા વિના પુસ્તકોના વાચન માત્રથી ખરૂં જ્ઞાન થતું નથી. શાસ્ત્રનું જ્ઞાન કરવા પ્રયત્ન કર. ધર્મક્રિયામાં પ્રવૃત્તિ કર. આત્મસાક્ષીએ રૂચે તે કર. ૯ને રૂચે તે કર. હું તેમાં માથું મારવા ઈચ્છતા નથી. ૐ ૩ રાત્તિઃ રૂ
મુકામ. પેથાપુર. લે. .........
સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ યોગ્ય ધર્મલાભ. ને મહાત્મા સ્વામી પાસે પ્રાણાયામ કરવા વિચાર રાખે છે તે પણ અહિં આ આવશે ત્યારે આ દેશમાં ............... તેમની પાસે તમને મોકલવામાં આવશે માટે ઈરછા હોય તો અત્ર આવવું x xx x x વિશેષ-હિમ્મત ન હારી જવી. પત્થર જેવી છાતી રાખીને વર્તવું. કદી ગભરાઈ જવું નહિ. ગભરાઈ જવું એ બાયલા નપુંસકનું લક્ષણ છે. કર્મયોગીઓ હજારો વિપત્તિયો વચ્ચે ઉભા
For Private And Personal Use Only