________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૪૧
-~~-~~ ~~-~~~-~~-~અમદાવાદથી લે. ........ સુશ્રાવક શા. આત્મારામ ખેમચંદ એગ્ય. ધર્મલાભ. વિશેષ પત્ર પહોંચ્યા. પ્રભુની ભક્તિમાં લક્ષ્ય રાખશે. સર્વ જીવોને સદા ખુમાવતા રહેશે. કોઈ જીવની સાથે વેર વિરોધ ન થાય તે લક્ષ્યમાં રાખશે. કોણ જાણે ક્યારે આ શરીર છૂટવાનું છે તેને નિશ્ચય નથી. આયુષ્યને ભરૂસ નથી માટે એક ક્ષણને લાખેણી જાણીને જરા માત્ર ધર્મ સાધનમાં પ્રમાદ કરશો નહિ. આત્માને વૈરાગ્યવડે અને બારભાવનાવડે ભાવે. ધર્મમાં ચોલમજીઠ રંગ ધારણ કરે. નકામી વાતમાં લક્ષ્ય ન આપતાં સમયને સદુપયોગ કરવા લક્ષ્ય દેશે. ધર્મરત્નપ્રકરણના છપાયેલા સર્વે ભાગો વાંચી જશે. આગમસારનું વાચન શ્રાવક મગનલાલભાઈની સાથે રહી કરવું. જૈન ગ્રન્થ જેટલા વંચાય તેટલા વાંચી જવા. આત્માને તારવા માટે સદાકાલ ઉત્તમ ભાવનાઓ ભાવવી. કષાયની મંદતા કરવા દરરેજ અભ્યાસ કરશે. સંસારની અનિયતા ભાવીને પિદ્ગલિક વસ્તુઓ ઉપરથી રાગ ઉતારે અને આત્માના ગુણોને રાગધારણ કરવો. દેવગુરૂ ભક્તિ કરવી. સર્વ કર્મથી મુક્ત થવા અને આત્માનું સહજ સુખ પ્રાપ્ત કરવા અત્યંત તીવ્ર રૂચિ ધારણ કરવી.
મનુષ્યોનાં મન સદા એક સરખાં રહેતાં નથી. કારણ કે તે ક્ષણિક સ્વભાવવાળાં હોય છે. શુદ્ધપ્રેમ, ભકિત, દ્રઢ શ્રદ્ધા, આત્મવિશ્વાસ, સ્વાશ્રય વગેરે ગુણોની પોતાનામાં કેટલી શક્તિ જામી છે તેને ઉત્તર દાતા પિતાને આત્મા છે તેના પર યદિ વિશ્વાસ હોય તે ગભરાવવાની વા બહીવાની જરૂર નથી. વિચારની અને વચનેની આપ્તતા જે હૃદયમાં શ્રદ્ધારૂપે જામી હોય છે તે પશ્ચાત બાહ્ય અનેક વિજાતીયસંગોની અસર પિતાના પર થતી નથી અને તેનાથી પિતાને આત્મા દબાતા નથી. સંયોગમાં સમયજ્ઞ, સ્વકીય નીતિવૃત્તિ અને આચારને પાળી શકે છે પણ તે ક્ષણિકરાગી વા સબરસ જે થતો નથી. આત્મકલ્યાણના માર્ગમાં ઉંડા ઉતરવામાં સ્વાચ્છન્ધનો નાશ કરે પડે છે અને મનમાં આવતી કલ્પનાઓને દેશવટે આપવો પડે છે. પિતાનું સ્વાર્પણ અન્ય પૂજ્યવ્યક્તિને કરતાં પૂર્વે વિવેક દષ્ટિથી દેખવું જોઈએ અને પશ્ચાત તે સત શિક્ષાને આધીન થઈ યથાયોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. માનના પૂજારી ન બનતાં ગુરૂના વિચારના અને આચારના પૂજારી બનવું જોઈએ. વાણને વશમાં રાખીને પ્રતિકુલ પ્રસંગમાં પ્રવર્તિને આત્મ વીર્યની રક્ષા કરવી જોઈએ. આત્માની શક્તિયો ફેરવવી હોય તો
For Private And Personal Use Only