________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૦
પત્ર સદુપદેશ.
થને હૃદયમાં પચાવવો જોઈએ એટલે આત્માનન્દના અધિકારી બનવાને યોગ્ય થશે. રૂ રતિઃ ૩
ના પર અને નાના અધિાઈ પનારે
મુકામઅમદાવાદથી લે–બુદ્ધિસાગર. સુબ્રાવક શા. આત્મારામ ખેમચંદ ગ્ય ધર્મલાભ. વિ. પત્ર પહોંચે. શ્રાવકનાં પ્રાતઃ કૃત્યેની જનાઓને જાણવી હોય તે શ્રાદ્ધવિદ્ધિ, શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રન્થોમાંથી મળી આવશે. ધનપ્રકરણમાંથી શ્રાવકના આચારેનું અને વિચારેનું વિવેચન મળી આવશે. તે ગ્રન્થોનું પૂર્ણ મનન કરીને પરસ્પર વિરોધ આવતું હોય તેનું સમાધાન કરી લેવું. ધાર્મિક કાર્યોમાં દત્ત ચિત્તવાળો હોવાથી હાલ ઘણું તમને પત્રધારા વિશેષ લખી શકું તેમ નથી. પ્રાતઃકાલમાં કરતાં આવતાં હોય તે છ આવસ્યક કરવા યોગ્ય છે અને તેની પૂર્વે આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવા યોગ્ય છે. આત્માનું શુદ્ધસ્વરૂપ કેવી રીતે ધ્યાવવું જોઈએ તેનું પરમાત્મતિ , સમાધિશતક, આત્મપ્રકાશ, યોગદીપક વગેરેમાં વિસ્તારથી સ્પષ્ટીકરણ કર્યું છે. પૂર્વાચાર્યોના ગ્રન્થોમાં તત્સંબંધી સમ્ય સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
આત્માનું શુદ્ધસ્વરૂપ ધ્યાવવાથી જીવનમાં લુખાશ ભાસતી નથી અને જે જીવનમાં લુખાશ ભાસે તે સમજવું કે આત્માના શુદ્ધસ્વરૂપનું ધ્યાન ખરેખરી રીતે કરવામાં આવ્યું નથી. જાણે તે જાણી લે. કરે તે કરી લે. સ્થિર વૃત્તિની લીલા જુદા પ્રકારની છે. જ્યાં સુધી તમે પિતાને જાણી શકતા નથી ત્યાં સુધી તમે સ્વને જાણી શકવાના નથી અને તેમજ આખી દુનિયાને જાણવા સમર્થ થવાના નથી.
આત્મજીવનને ક્ષણે ક્ષણે વિકાસ થાય એવા વિચારો અને આચારે સેવવાની ખાસ જરૂર છે. મગજની સમતેલના, દઢસંકલ્પ, સતત પ્રયત્ન ઉત્સાહ, અખેદભાવ, કથાગ પ્રવૃત્તિ ઇત્યાદિવડે આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવા જે પ્રયત્ન કરે છે તે પિતાના જીવનમાં ફેરફાર, સ્થિરતા, નવીનતા, ઉચ્ચતા, શુદ્ધતા, અને આનન્દતાને અનુભવ કરે છે.
For Private And Personal Use Only