________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૩૧ -~-~~~-~-~----------------- ------- મુ. અમદાવાદ મધ્યે શા. નેમચંદભાઈ ઘટાભાઈ એગ્ય ધર્મલાભ
ચેતન શક્તિ વધારે, તમારી ચેતન શક્તિ વધારે; હિમ્મત હેડે ન હારે, .. .. ••• તમારી નિયમિતવ્યવસ્થાક્રમે રે, ધર્માભ્યાસ સુધારે; વાંચી મનન કરી ઘણું રે, તત્વ હૃદયમાં ઉતારે. તમારી૦૧ સતતાભ્યાસોત્સાહથી રે, થાશે ઉદય તમારે; શ્રદ્ધાભક્તિ ભાવથી રે, કાર્ય સિદ્ધિ અવધારે. તમારી... આત્મામાં સર્વ રહ્યું રે, અનુભવ આવે સાર;
બુદ્ધિસાગર ધમને રે, મળીયો સેવ્યા વારો. તમારી૦૩ હે આર્ય, ક્રમેકમે ખત, હર્ષ, સતતાભ્યાસ, વૈર્ય અને અનુકૂલ સગવડે આત્માના ગુણોમાં વૃદ્ધિ કરવી એજ મનુષ્ય જન્મનું કર્તવ્ય
સ્વદૃષ્ટિ આગળ સદા ખડુ થવું જોઈએ. મનુષ્ય પોતાના દઢ સંકલ્પથી આત્મકાર્યની સિદ્ધિ કરી શકે છે. વાચનમાં એક મીનીટ જાય તે મનનમાં પા કલાક જાય એવી રીતે સ્થિર ચિત્તથી વાચન કરવામાં આવે તો તેથી હૃદયમાં જ્ઞાનના સંસ્કાર દૃઢપણે જામે છે અને તેનો પ્રાદુર્ભાવ ખરેખર વહેલો થાય છે ઉત્સાહ અને હિમ્મતથી પ્રત્યેક આવશ્યક કાર્યોમાં સાધ્યદષ્ટિથી પ્રવર્તવું.
મુ. અમદાવાદ મધ્યે શા. ભ. સુ. ન. ઘ. યોગ્ય ધર્મલાભ
ના પાસે પ્રતિદિન ઘણી યાદી તારી કરાતી; એથી ઝાઝું નહિ નહિ કહ્યું, દેખ હારીજ છાતી, આ સંસારે પરવશપણું મેહથી હોય દેખ; શું શું કીધું હૃદય ઉતરી, જ્ઞાનથી પૂર્ણ પેખો, અંધારામાં સહુ અડવડે, દેખતું ના ખરૂં છું; ઉધે મેહે નહિ મન ધરે કૃત્ય તે હું કરું શું ? જે જાણે તો નહિ જગ વિશે ચેન તેને પડે રે, આશાથી તે પ્રતિદિન ખરે, ચિત્તમાં ન રડે રે,
For Private And Personal Use Only