________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ. -~ ~~-~~~~ ~~~-~
મુકામ પાદરા મધે શા. મોહનલાલ હીમચંદભાઈ ગ્ય ધર્મલાભ
અન્તમાં ખાનગી રીતે તેઓ પ્રત્યક ભાવની પ્રવૃત્તિ કરતા હતા પણ અમોએ તત્સંબંધી કંઈ પણ લક્ષ્ય ન દેતાં સમભાવે જીવન ગાળવા પ્રવૃત્તિ કરી છે અને કંઈ પણ વિષમતા દેખાય એવું કહ્યું નથી છતાં પાણીમાંથી પુરા કાઢવા જેવું કેઇની દૃષ્ટિમાં હોય તેમાં સ્વાત્માને શું ? સર્વ જીવો પોતપોતાના કર્મને માટે જવાબદાર છે. પિતાના જેવા સર્વ જીવો બની શકે નહિ. શુભાશુભ વ્યાવહારિક પ્રસંગમાં સ્વનિલે પત્ય સાચવવું એ સ્વફરજ છે. કોઇની સાથે વૈર વિરોધને અન્તમાં ભાવ વધારો એ સ્વફરજ નથી, છતાં અન્ય છે તેવી પ્રવૃત્તિ કરે તેમાં તે જીવોની દૃષ્ટિને દોષ ખરેખર તેઓને ભારી છે. આપણે તે સર્વ જીવોની સત્તાને નિરીક્ષી ભાવીને પોતાનામાં વિષમતા ને પ્રગટે અને સમતા રહે એવો પુરુષાર્થ કરવો જોઈએ, અને તે પ્રસંગે તે ખરી રીતે પુરૂષાર્થ ફેરવવું જોઈએ. આત્માને ઉપશમાદિભાવે પરિભાવ અને દયિક ભાવની પ્રવૃત્તિ છતાં નિર્લેપ રહેવું એવી સાધ્યદશા કરવાની છે અને તે ખરેખર રાધાવેધ સમાન છે. રાગદ્વેષથી આત્માના મૂળધર્મથી બાહ્ય પ્રદેશમાં ન જવાય એવું સર્વ વ્યવહાર પ્રવૃત્તિમાં યાદ રાખીને તે પ્રમાણે વર્તવું જોઈએ, એજ કર્મયોગીનું સ્વકર્તવ્ય છે. જ્ઞાનયોગી નિર્લેપદશાને વ્યવહારમાં રાખવા પ્રથમ અભ્યાસી બને છે અને પશ્ચાત એવી દશા અંશે અંશે પ્રાપ્ત કરી શકે છે. રાગદ્વેષની પરિણતિ ન ઉઠે એવી રીતે વર્તવું જોઈએ પણ કોઈથી ડરવું એ કાયરતા છે. આપણે સર્વને વીતરાગ જેવા વા આપણા સમાન બનાવી શકીએ નહિ પરંતુ પિતાને તે વીતરાગ બનાવવા શક્તિમાન છીએ પરંતુ તે આત્મદૃષ્ટિથી બનાવી શકીએ. જગતની દષ્ટિથી સ્વાત્માને દેખતાં શ્રમ છે અને પિતાને પિતાની દષ્ટિથી દેખતાં બ્રહ્મ છે એવું જાણું અનુભવી તે પ્રમાણે વર્તવું જોઈએ એજ વાસ્તવિક સ્વતંત્ર છે. એવો શુદ્ધપગ રહે. તા. ર૪-૧-૧પ
For Private And Personal Use Only