________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુ. પાદરામધ્યે વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ ધર્મલાભ. ધર્મના પુસ્તકોનું અવલંબન લેઈ આત્માની પરિણતિ સુધારવા દરરેજ અપ્રમત્તપણે પ્રવર્તવું યોગ્ય છે. અવલંબનેગે આત્માની પરિણતિશુદ્ધ રહે છે અને આત્માનુભવમાં વૃદ્ધિ થાય છે. મનુષ્ય જ્યાં ત્યાં પિતાની ચારે બાજુએ ગમે તે કાલે જ્ઞાનવૈરાગ્યનાં વિચારવાતાવરણે ગોઠવી રાખવા જોઈએ કે જેથી તેને જાગ્રત રહેવાનું બની શકે. આત્માના ગુણ માટે સ્વાધિકાર પ્રયત્ન ર્યાજ કરવો. ગમે તેવા સંયોગમાં બાઘર્તવ્ય અને અન્તકર્તવ્યનો ભિન્તોપગ રહે એવી આત્માની ઉચ્ચ દશા કરવી જોઈએ. એ બાબતમાં તીવ્રભાવનાપૂર્વક અભ્યાસ પ્રવૃત્તિ સેવ્યા કરવી. તા. ૨૨-૨-૧૫
મુ. પાદરા મધે શા. મોહનલાલ હિમચંદભાઈ યોગ્ય ધર્મલાભ
આપણે આપણું ફજ બજાવ્યા કરવી. જેને જેવી અસર થવાની હશે તેવી થશે. તત્સંબંધી કર્તવ્યફર્જ બજાવ્યા કરતાં વિશેષ કંઇ વિચારવાનું રહેતું નથી. શ્રીમદ્દ દેવચંદ્રજીની વીશપર જે પ્રસ્તાવના લખી છે તેના કરતાં જે કહેવામાં આવ્યું હોત તે સારી પ્રસ્તાવના લખી આપી તેમાં સુધારે કરી આપત. દેવચંદ્રજીનાં સર્વ પુસ્તકોને એક ચેપ થાય તે તે પર પ્રસ્તાવના લખવાનું ઠીક બની શકે. જે જે અધ્યાત્મજ્ઞાનીઓ થયા તેના સર્વ પ્રત્યે ભેગા કરી એક પુસ્તક તરીકે કરવામાં આવે તે તે ઉપરથી વાચકને ઘણો લાભ મળી શકે. વિશેષ હાલ ઉષ્ણથી નિવૃત્તિ સેવાય છે, કંઇક વંચાય છે, અનુભવાય છે અને હાલ શાન્ત જીવનની ભાવિ રેખા આલેખાય છે. ભાવનામાં શ્રુતજ્ઞાનના આલંબનથી ઉચ્ચ પરિણામ રહી શકે છે, આત્માના અનુભવિકજ્ઞાનની પરિપકવતાની પ્રવૃત્તિમાં કંઈક કંઈક પ્રયત્ન કરી શકાય છે. શુદ્ધપગે આત્માની રમણતાથી આત્માના સત્યસુખને અનુભવ આવે છે, તેની પ્રાપ્તિમાં જીવન વહેએજ, તા. ૧૦-૫-૧૫
117
For Private And Personal Use Only