________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
પત્ર સદુપદેશ.
કરે એવો અનુભવ બેધ, જેથી થાવે મેહનિરાધ; બુદ્ધિસાગર શિક્ષા સત્ય, અભ્યાસ થાવે કૃતકૃત્ય.
મુકામ માણસા. લે. બુદ્ધિસાગર, પાદરાતત્ર સુશ્રાવક વકીલ શા. મેહનલાલ હિમચંદભાઈ ગ્ય ધર્મલાભ. વીરચંદભાઈના કથનથી તમારી શારીરિક સ્થિતિ નરમ રહે છે એમ જાણ્યું. શરીરધર્મો વાસ્તવિક દષ્ટિથી અવલેતાં આત્માથી ભિન્ન છે, એ જેને અનુભવ થયું છે, તે શરીરની અનારોગ્યતા પ્રસંગે વૈરાગ્યથી પિતાના આત્માને ભાવે છે, અને અશાતા વેદનીયના હુમલા સામે બહાદુર ભાવલડવૈયાની પેઠે સ્થિર ઉભો રહે છે, અસાતાદનીય પ્રસંગે ભેદજ્ઞાન કેટલા અંશે પરિણમ્યું તેને અનુભવ થાય છે, તેથી શાતાએદયિક દૃષ્ટિને પરિહાર કરીને જ્ઞાની, આત્મધર્મમાં વિશેષતઃ સ્થિપયોગ ધારે છે. દયિક દષ્ટિના ઉપયોગને અન્તમાં ઉપશમાદિભાવે પરિણુમાવીને આત્માને આત્મરૂપે જેવો, અનુભવ અને આત્મબળ ખીલવવું એજ જડકમની સાથે ખરૂ યુદ્ધ છે. તાની યુદ્ધના એવા પ્રસંગે શાન્તઉત્સવ સમાન માનીને અન્તર્દષ્ટિથી સર્વ પદ્ગલિકભાવથી ન્યારો રહી સ્વાનુભવમાં સ્થિર થાય છે, ભૂતકાળમાં આવી દશા ન આવી તેથી હજી ભ્રમણ છે. વર્તમાનમાં એવી સ્થિતિમાં ન રહેવાય તો ભવિષ્ય ભવ ભ્રમણું થશે, એવું અવબોધીને ઉપશમાદિભાવ વડે અશાતાદિ પ્રસંગે આત્મસાક્ષીએ આત્મરમણતાના પ્રયત્ન બળમાં પ્રતિક્ષણ વૃદ્ધિ કરીને અમૂલ્ય દુર્લભ મનુષ્ય જન્મતારા આત્માની પરમાત્મદશા સાધ્ય કરવી.
For Private And Personal Use Only