________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
1 2
નિજાભા વંચવાથી તેનું મહત્તા ના કદી થાતી; સમાલોચી જીવન સઘળું, પ્રતિક્રમણ કરે શુદ્ધિ. પ્રથમમાર્ગનુસારી જે, થ તે ધર્મને પામે; કરે ઝાઝું વદ થોડું, જગત સહુ જાણશે સાચું સુધારે ભૂલ પિતાની, નિહાળે ભૂલ પિતાની; ખરી તેની થતી પ્રગતિ, તે તે સર્વને સ્વામી. ગુણ સામા ધરે દષ્ટિ, જગત તવ પાછળે વહેશે; બુદ્ધથમ્બિન્નતિમાર્ગે, વહ્યા કર સત્ય ઉપયોગે.
x
મુ. કાવીઠા શા. મણીલાલ રતનચંદભાઈ,
કર્મને અનુલ્લંઘનીય નિયમ સર્વત્ર વ્યાપી રહ્યા છે. મનુષ્ય જે પ્રકારનું કર્મ કરે છે તે પ્રકારનું તેને ફળ પ્રાપ્ત થાય છે સુખદુઃખ અવશ્ય જોગવવાં પડે છે “સુખ આવે સદા સુખ નહિ જાણવું, દુખ આવે સદા દુ:ખ જાણવું નહિ.” વચન વિચારીને બેલતાં આત્મહિત વિશેષ થાય છે. દુઃખ વિના સુખને અનુભવ થતો નથી. જેને પિતાનું ધારીએ છીએ અને જેને માટે મનમાં હજારો વિચાર કરીએ છીએ તે વસ્તુ પિતાનાથી દૂર રહે છે ત્યાં કર્મ વિના બીજું કયું કારણ? મધુબિંદુ સુખની ભ્રાંતિથી જીવ, દેવ, સતશાસ્ત્રને ભૂલી મોહમાયામાં પડે છે, અંતે દુઃખને તે અનુભવ કરે છે. જેનું દીલ સ્વચ્છ છે તેનું આખું જગત મિત્ર છે. ક્ષમા એ સજ્જનેને ધર્મ છે. આપણે ક્યાં બેઠા છીએ. ગયા વખત કેવો ગયો તેને વિચાર કર. મેક્ષ પ્રાપ્તિની આશા. કરે. દુનિયા દુઃખની કયારી છે તેને અનુભવ હજી થાય છે તે થશે, અને જ્યાં સુધી શરીર પિતાનું !! શું સાથે આવશે, વિચારે !! વિચારે !! વિનય, વિવેક, કરૂણુનું સેવન હિતકારી છે. હાલ કયી સ્થિતિ અનુભવો છો? શું તેમાં સાર છે? સંસારમાં રહેતાં પણ સંસારથી ન્યારા રહેવું. દુનીઆ ગુણ દેશની આરિશી છે. દુનીઆ દોરંગી છે. સર્વ જીવને કીર્તિ અને અપકીતિ બે આંખની પેઠે સાથે રહે છે. નિડરપણે વર્તવું. ગંભીર થવું, હજી ઘણું કરવાનું છે, જે થાય છે. તે સારા માટે. ગમે તેવી સ્થિતિમાં આનંદ માન. ધર્મસાધન કરશો.
115 x
For Private And Personal Use Only