________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદે.
પશ્ચાત પિતાના અંતરપ્રદેશમાં ઉપયોગ મૂકવાથી માલુમ પડે છે કે, મને અમુક અનુકંપા વર્તે છે, જ્ઞાની સમજી શકે છે “ સવી જીવ કરૂં શાસન રસી” ઈત્યાદિ ભાવઅનુકંપાના પરિણામ કહેવાય છે. પિતાના પરિણામ જેવા ઉત્પન્ન થાય છે, તે પિતે જ્ઞાની જાણી શકે છે. આત્માની સ્થિતિ તેિજ જ્ઞાનથી જાણી શકે છે. પિતે મનમાં જે વિચાર કરે છે તેની પિતાને ખાત્રી થાય છે કે મેં અમુક જાતને વિચાર કર્યો પણ તે વિચારને અન્ય જાણી શકે નહિ વ્યવહાર વર્તન ( વર્તન ચારિત્ર ) માટે બાહ્યના આચારો ઉપર આધાર રહે છે અને અંતર્ના શુદ્ધાશુદ્ધપરિણામ ઉપર અંતર્ના વિચારને આધાર છે. વ્યવહારવર્તનથી બીજાઓ અનુમાન ઉપર આવે કે અમુક અમુક કૃત્ય કરે છે તેથી તે આવો હોવો જોઈએ અને નિશ્ચયપરિણામ જે આત્મપરિણતિ છે તેની તો ખાત્રી પિતાને થાય છે વા કેવળજ્ઞાનીને થાય છે. બીજા શ્રુતજ્ઞાનીઓને અનુમાન ઉપર ખાત્રીને માટે રહેવું પડે છે. આત્મજ્ઞાન અને અંતરથી રમણતાનો દેખાવ વાણી બોલતાં અનુમાનથી વિશિષ્ટ જ્ઞાની જાણે છે, પણ આત્મા પોતે પોતાના માટે પરીક્ષક છે તેમ અન્ય પ્રત્યક્ષપણે તેટલે પરીક્ષક નથી.
૫. પરમાણુના વર્ણ, ગંધરસ-અને સ્પર્શરૂપ પર્યાય પિતાના સ્વભાવથી બદલાય છે. માટે તે વિશ્રા પરિણામ છે. વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શનો અગુરુલ ૩ ] - ૧ સમયે સમયે ઉત્પાદ-વ્યય થાય છે. એમ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે.
૬. પરમાણુ પારદર્શક છે કે નહિ ?
એક પરમાણુ પારદર્શક નથી પણ તેનામાં પારદર્શક થવાની યોગ્યતા રહેલ છે તે સંબંધી ઘણું ચર્ચા છે.
૭. એક પરમાણુનું પ્રતિબિંબ પડતું નથી?
તત્ત્વાર્થસૂત્રમાં પરમાણુ અધિકારમાં એક પરમાણુનું પ્રતિબિંબ પડે નહિ તેમ કહ્યું છે. પુગલસ્કંધનું પ્રતિબિંબ પડે છે એમ ઘણી ચર્ચા થયા બાદ તત્ત્વાર્થવૃત્તિથી પુદ્ગલસ્વરૂપ જોઈ શાસ્ત્રાધારે નિર્ણય કર્યો છે ક્ષયોપશમ અનુસારે જે સમજાયું તેટલું લખ્યું છે વિ. સૂક્ષ્મઉપયોગીઓ જાણે.
For Private And Personal Use Only