________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૦
પત્ર સદુપદેશ.
વડોદરેથી લે--વિત્ર ૧. જીવને પ્રમાદ છે એમ કયારે સમજાય ?
સ્વસ્વભાવ રમણતાના ઉપયોગમાંથી અન્યત્ર ઉપયોગ જાય–ત્યારે નિશ્ચયથી પ્રમાદ જાણવો. વ્યવહારથી ધર્મ સાધન હેતુથી અન્યત્ર પરિણમન થાય ત્યારે પ્રમાદ કહેવાય છે.
૨. છવને ઉદયજ છે એમ ક્યારે ગણવો ?
અષ્ટકમનું સૂફમદષ્ટિથી સ્વરૂપ સમજાયા બાદ છવ ઘાતકર્મ અને અઘાતી કર્મને ઉદય જાણી શકે છે. ઘાતકર્મને ઉદય નિકાચિત અને અનિકાચિત છે તે બે પ્રકારના ઉદયને જીવ જ્ઞાનથી જાણે છે. પુરૂષાર્થની પ્રવૃત્તિ કર્યા બાદ પશ્ચાત ઉદયનું સ્વરૂપ માલુમ પડે છે માટે સદુધમવિહીન થવું નહિ. સદુઘમ કરતાં નિષ્ફળતાથી શ્રુતજ્ઞાનીને તે અનુમાનથી ઉદય સમજાય છે. અઘાતિકર્મ જે ચાર છે તે તે તીર્થકરને પણ ઉદયાધીનપણે ભેગવવાં પડે છે. ઘાતકમના પરમાણુસ્કંધાની વગણું ઉપરજ લક્ષ્ય દષ્ટિ નાંખી આત્મસ્વરૂપમાં રમવાથી કર્મ ખરે છે, માટે ઉધમમાં પ્રવૃત્ત થવું. પરભાવપરિણતિના ઉદ્યમથી કર્મ બંધાય છે અને સ્વસ્વભાવપરિણતિના ઉધમથી કર્મ છૂટે છે. આત્મધ્યાન, આત્મરમણુતા, આત્મજ્ઞાનાદિનું પ્રવર્તન ખરેખર આત્મશુદ્ધિ કરનાર છે.
૩. મેહ છે એમ ક્યારે જાણવું ?
મેહનું સ્વરૂપ સમજાયા બાદ મનમાં મેહના વિચારે થાય છે તે સમજાય છે.(કેધ, માન, માયા, લેભ એ સર્વ ભળી મેહ છે) મેહની પરિણતિ પિતે જ્ઞાની આત્મા મનથી જાણું શકે છે, પરમાં રમતા થાય અને આત્મામાં રમણતા ન થાય ત્યારે જ્ઞાની પુરૂષ જાણે છે કે-જીવ મેહની પરિણતિમાં લીન થયો છે. રાગદ્વેષની પરિણતિનું, ઉત્થાન ન થાય અને આત્મા સ્વસ્વરૂપ ઉપયોગમાં લીન થાય ત્યારે સમજવું કે તે વખતે મેહનો ઉદય નથી. આવી સ્થિતિને નિશ્ચયચારિત્ર થાય છે અને તેવી સ્થિતિના હેતુઓને વ્યવહારચારિત્ર કહે છે. ઈત્યાદિ મેહનું સ્વરૂપ જ્ઞાનીઓ સમજે છે ત્યારે પરભાવથી દૂર હઠી સ્વસ્વભાવરમણમાં સ્થિર રહે છે.
૪. અનુકંપા છે એમ ક્યારે જાણવું ?
દ્રવ્યદયાના પરિણામથી-દ્રવ્ય અનુકંપા, અને ભાવદયાના પરિણામથી ભાવઅનુકંપા સમજવી. બે પ્રકારની અનુકંપાનું સુક્ષ્મસ્વરૂપ સમજાયાથી,
For Private And Personal Use Only