SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ પત્ર સદુપ્રદેશ. ૩૪ મારું તારું માનતો, પરભાવે હરખાય; જસ મન વરતે એહવું, તે મુક્તિ કયમ પાય. હિંસાલીક ચેરી કરે, મૈથુન પરિગ્રહ ધ્યાય; જસ મન વર્તે એહવું, તે મુક્તિ કાયમ પાયરાગ અને અદેખાઈથી, જેનું મન વર્તાય, પરભાવે રમતા છતાં, તે કેમ મુક્તિ પાય. સાધુ નામ ધરાવતા, મોટા જગ કહેવાય; પણ આતેમઅનુભવ વિના, મુક્તિ કહો ડયમ પાય, સત્ય જ આત્મરવરૂપમાં, જેનું મનવર્તાય; જિનવાણી મન પરિણમે, તે જીવ મુક્તિ પાય. જીવાદિક નવતત્વને, સાચે અનુભવ પાય; શ્રદ્ધા સંવેગે કરી, તે જીવ મુક્તિ પાય. ધર્માદિક પદ્ધવ્યના, દ્રવ્યગુણપર્યાય; શ્રદ્ધાથી સાચા ગ્રહ્યા, તે જીવ મુક્તિ પાય. વિષ હલાહલ સારીખ, પુદ્ગલ સંગ કહાય; તેથી ત્યારે જે રહે, તે જીવ મુકિત પાય. જાણે દાવાનલ સમે, સ્ત્રીધનને સમુદાય; તેથી ત્યારે જે રહે, તે જીવ મુક્તિ પાય. કાયા વિષ્ઠા કોથળી, તેમાં નહિ લપટાય; મમતા તજી સમતા ભજે, તે જીવ મુક્તિ પાય. છન વાણું અમૃત લહી, મનમાંહી હરખાય; નિરાસક્તિ મનમાં વશી, તે જીવ મુક્તિ પાય. સર્વત્તવાણી જાણીને, જે નહિ પરમાં જાય; ઉપાદેય આતમ ભજે, તે જીવ મુક્તિ પાય. યુગલ ત્યારે આતમા, નિઃસંગી નિકાય; ચપ ચેતન ધ્યાવતાં, પરમાતમપદ પાય. આત્માનંદી બ્રહ્મને, ધ્યાવે ચિત્ત મિલાય; દબાતા બેયપણું લખી, પરમાતમપદ પાય. For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy