SearchBrowseAboutContactDonate
Page Preview
Page 921
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ચૈતન્યયુક્ત આત્મા કર્મસંયોગે કથે ઉકાણે ભો નથી ? આ ચેતને પુગલદ્રવ્ય સ્કંધોને અનંતિવાર આહારપણે ગ્રહણ કર્યા અને હજી કરે છે, હજી પરપુગલની એંઠ ભક્ષણ કરે છે. તેથી આવતા ભવમાં કેવી ગતિ થશે? તે કહી શકાતું નથી. આત્મા પરસંગતિને ક્યારે છેડશે? તે જ્ઞાની જાણે. હજી આત્માને સંસારને જોઈએ તેવો ભય લાગ્યો નથી. તેનું કારણ સંસાર ઉપર મેહ છે. એ મેહને જે જે અંશે નાશ થાય છે તે અંશે આત્મધર્મ જાણ. સંસારમાં કોઈ કોઈની સાથે જવાનું નથી. કોઈ પિતાનું થવાનું નથી. કોઈ પદાર્થ નિત્ય દેખાતો નથી. આત્મા તેિજ જ્યારે બળી થઈને કર્મને નાશ કરવા ઉદ્યમ કરશે, ત્યારે કર્મનું જોર ટળશે. જુઓ કે કર્મ, બહિરાત્માઓને પુનઃ પુનઃ ભોદધિમાં ભટકાવે છે પણ જેણે શરીર થકી ભિન્ન આત્મા છે એમ નિશ્ચય કર્યો છે અને પુદગલ અને જીવને જુદો જુદો સ્વભાવ જાણી આપસ્વભાવે રમે છે તેની આગળ કમશત્રુઓનું કંઈ જેર ચાલતું નથી. ઉત્તમપુરૂષોને આત્માની ચિંતા છે અને મધ્યમપુરૂષને મારાપણાની ચિંતા રહે છે. સંસારમાં કોઈને કંઈ ચિંતા ને કઈને કંઇ એમ દરેક જીવો ચિંતારૂપચિતાએ કરી અંતરમાં બળી રહ્યા છે અને ચાર ગતિમાં ભટકે છે. સંસારમાં આત્મા, પારકાની પિતે ચિંતા કરે છે. સ્ત્રી, પુત્ર, ધન, સગાંસંબંધિ જે અત્યંત પિતાનાથકી ભિન્ન છે તેને પોતાના માનીને તે સંબંધી ચિંતા કરે છે. એમનું ભલું શી રીતે થશે? ઇત્યાદિ વિકલ્પ સંકલ્પરૂપશ્રેણિયાની લ્હેરી મનમાં ધારણ કરી સમુદ્રની ઉપમાને પામે છે. અહો ! ક્યારે આત્મા પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા ચિંતા કરશે? અને કયારે કર્મરૂપ બેડી થકી રહિત થશે ? આ સંસારમાં થોડા દિવસની મુસાફરી છે. કયે ઠેકાણેથી જીવ આવ્યો છે ને કયે ઠેકાણે જશે. આત્માએ શું જાણ્યું ? શું ગ્રહણ કર્યું? આત્માને શાથી આનન્દ? આત્મને લાલચ કોની? એ મહાવાનું જેટલું વિશેષ મનન એટલે વિશેષ લાભ છે. આત્માની અનન્તશક્તિ છે. આત્મા અનન્ત જ્ઞાની છે. આત્મા સ્વસ્વરૂપે સતનિરાકારઅનન્તરત્નત્રયીને ભોક્તા છે. એમ જ્યારે વિચારીએ છીએ, ત્યારે પરભાવની પ્રવૃત્તિ લુખા મનથી થાય છે, અને આત્મા સવેગરસરૂપ ગંગાજળ વડે પાપ પંકથકી રહિત થઈ આધ્યાત્મિક સુખ અનુભવે છે, વીતરાગભાવે જે ભવ્ય આત્માનું મનન કરશે, નિદિધ્યાસન કરશે, સમભાવે રહેશે, તે ભવ્ય કર્મકલંક ખપાવી પરમાત્મપદ પામશે. લેખકને તથા વાંચ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy