________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
---
પ્રશ્ન –શું કર્મરૂપ પુદગલ આત્માને જોરાવરથી વળગે છે કે તેને તમો શત્રુરૂપ કહો છે ?
ઉત્તર:--કર્મ તે તે જડ છે. તેનામાં એવી અક્કલ નથી કે તે બીજાનું ભુંડું કરવા વિચાર કરે. એ કમ વસ્તુ જડ છે. તેને સંસર્ગ કરે તે દુઃખી થાય એમાં તે કર્મ શું કરે ? જેમ વિષનું જે ભક્ષણ કરે તેને પ્રાણવિયુક્ત કરાવે એવો તેનો સ્વભાવ છે. તેમાં તેનો શો દોષ સમજવો?
જીવ કર્મ ગ્રહણ કરે છે અને કર્મને ભોક્તા પણ જીવ છે. એ કર્મ થકી રહીત જ્યારે આત્મા થશે ત્યારે તાત્વિક સુખ આત્મા પામશે. એ તાત્વિકસુખને માટે જે પ્રયત્ન કરે છે તેને ધન્ય છે. આત્માને એ સુખની અભિલાષા થાય છે છતાં મોહથી દ્ગિલિકસુખને માટે પ્રયત્ન કરે છે.
દ્ગિલિકસુખની અભિલાષા અંતરાત્માઓને થતી નથી કારણ કે તેમને તે વિષ્કાસદશ પગલિક સુખ લાગે છે, તેથી તેના પર તેમની રૂચિ કેવી રીતે થઈ શકે ? તે વિચારે. આધ્યાત્મિકપુર ક્ષણમાં જે સુખ ભોગવે છે. તેની તુલને થઈ શકતી નથી.
આમ ઉમેગે જહાં, નિરૂપાધિપણું હોય. સાયું આતમર્મ ત્યાં, સમજે વિરલા કોય. સમજ આત્મસ્વરૂપને, મન વશ કરવું સાર; આસ્રવારે રેકતાં, પામીજે ભવપાર. સંવરતત્વ વિચારણ, કરજો મનમાં ભાઈ; કર્મોપાધિ પરિહરી, શિવવધુ કરે વધાઈ. સત્ય સત શિવ શુદ્ધ બુદ્ધ, ચિદાનંદ સાકાર;
નિરાકાર પણ આતમા, સેવંતાં જયકાર. રાગદ્વેષરહિતપણે આત્મા વ તો પૂર્વ કર્મને નાશ થતો જાય, અને નવાં કમી બંધાય નહિં. જ્યાં સુધી આત્મા આત્માના સ્વભાવમાં રમત નથી ત્યાં સુધી બીજા ઉપાયો નિષ્ફળ છે. પરિણામે બંધ એ મહાવાક્યને યાદ કરી શુદ્ધપરિણામ રાખવા જે પ્રયત્ન કરે છે, અને રાગદ્વેષથી દૂર રહી સ્વસ્વભાવે સ્થિરતાને જે અનુભવે છે, તેને અહિંયાં મુક્તિનાં સુખ અનુભવમાં આવે છે.
For Private And Personal Use Only