________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦૨
પત્ર સદુપદેશ.
વસોથી લે–વિઆત્મા પરમાત્મપદ પામે એજ કરી કરીને કરવાનું છે, અને ભવસમુદ્ર તરવો એજ તરી તરીને તરવાનું છે. કર્મ રહિત થવું એજ સિંહની દષ્ટિ લક્ષમાંથી ભૂલાય નહિ. એ આત્મા મહાપુણ્યોદયે કંઈ આત્માનું લવલેશ ( આભાસ ) સ્વરૂપ સમજી મનમાં વિચારે છે કે હે ચેતન! તું કોણ છે ? તારું કોણ છે ? તું કયાંથી આવ્યું ? અને તું ક્યાં જઈશ ? વળી હે ચેતન ! આત્માનું સ્વરૂપ વિચારતો પિતે પિતાને પૂછે છે કે હે ચેતન ! તારું નામ શું ? તારું કામ કયાં ? તારું ગામ ક્યાં ? તારી શી પુંછ ? તારૂં શુદ્ધસ્વરૂપ શું છે ? ત્યારે શરીર ધારણ કરવાનું શું પ્રયોજન છે ? શરીરને સુખ હોય કે નહિ ? શરીર એ કઈ વસ્તુ છે?
આંખે ઘરહાટ સ્ત્રીપુત્રપરિવાર દેખાય છે તેને અને ત્યારે શું સંબંધ છે ? હાલ તું કયાં આવ્યો છે ને શું કામ કરે છે? હાલ તું મનમાં પાપના વિચાર કરે છે કે કેમ ? મનમાં પાપને વિચાર થયા છે તે પાપના વિચારની મુખ્ય ઉત્પત્તિ કરાવનાર કોણ છે? પાપવિચારે કેવા સંસર્ગથી થતા હશે ? અને જે કર્મ આત્માની સાથે લાગ્યું તે જોગવવું પડશે એમ વિચાર. ખૂબ ઉડા ઉતરીને વિચાર કરતાં સત્યે સત્ય અને અસત્યે અસત્ય આમાને લાગ્યા વિના કેમ રહેશે ?
જનદેવે પદ્રવ્યનું ભાથાતધ્યસ્વરૂપ કહ્યું તે પૃથક પૃથઓળખતાં આત્મા અને પુલ એ બે દ્રવ્યનાં લક્ષણ જજુદાં ભાસશે. પછી વિચાર થશે કે હું આત્મદ્રવ્ય છું કે પુગલદ્રવ્ય છું? પુગલ છું એમ તે કહેવાય નહિ. કારણ કે પુગલદ્રવ્ય તે જરૂપી છે. હું તો તેથી વિપરીત લાગું છું, માટે હું તે આત્મદ્રવ્ય છું. હું જ્યારે આત્મદ્રવ્ય છું ત્યારે ભારે હાલ પુદ્ગલવ્ય જે શરીરાકારે છે તેમાં રહેવાનું શું કારણ છે ? ત્યારે ઉત્તરમાં સમાધાન થશે કે આત્મા અને પુદગલદ્રવ્યને અનાદિકાળથી સંયોગ સંબંધ થયું છે. તે કારણથી મારે કર્મરૂપપુગલદ્રવ્યના સંબંધથી તેની તાબેદારીમાં રહેવું પડે છે. ત્યારે વળી પ્રશ્ન થશે કે મારું આત્મદ્રવ્યનું પુગલદવ્ય હિતકર્તા છે કે અહિતર્તા છે? જુગલદ્રવ્ય મારે શત્રુ છે કે મિત્ર છે ? એમ આમા મનમાં વિચાર કરતાં ઉત્તરમાં અનુભવજ્ઞાનથી કહેવાશે કે આત્માનું પુગલદ્રવ્ય
અહિતકર્તા છે અને પુગલદ્રવ્ય આત્માના શત્રુ તરીકે છે. કારણ કે તેના સગથી આત્મા સંસારમાં ૮૪ લાખ છવયોનિમાં વિચિત્ર પ્રકારના અવતાર ધારણ કરી દુખની પરંપરા પામે છે. માટે કર્મરૂપ જે પુદગલદ્રવ્યની આસક્તિ તે આત્માને શત્રુ જાણો.
For Private And Personal Use Only