________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૮
પત્ર સદુપદેશ.
નવવિધ બ્રહ્મચર્યવૃતગુપ્ત ધારણ કરતે છતો નવ જાતનાં પાપનિયણાં કરે નહિ એમ ઉપયોગ રાખતે છતે યુગાદિ દેવશ્રી ઋષભદેવની ટુંકમાં પ્રવેશ કરતો હતો વિચારે કે ચેતન !!! આ દિવસ વારંવાર પમાશે નહીં. એમ વિચારી પહેલાં શ્રી શાન્તિનાથ ભગવાનનાં દર્શન કરી, બીજું ચૈત્યવંદન કરી અધ્યાત્મશાન્તિ, ભાવે કરી પ્રાપ્ત કરતે છતે ચક્રેશ્વરી શાસનદેવતાને શ્રાવક નમસ્કાર કરે. ત્યાંથી આગળ વધી કુમારપાળરાજાએ કરાવેલું દહેરાસર જુહારી મનમાં વિચારે કે ધન્ય છે પુણ્યવંતને કે જેનાં નામ સૂર્ય ઉગતાં લોકો સંભારે છે. મહાત્માઓ સૂર્ય ઉગ્યા પહેલાં ભવિજનેના હૃદયરૂપ ક્ષેત્રમાં પ્રકાશે છે. અહો! હું કયારે તેમના જેવો થઈશ. ધન્ય છે કુમારપાળને કે જે આવતી ચોવીસીમાં પદ્મનાભતીર્થકરના ગણધર તરીકે થશે. વળી આગળ વધી ચેતન, યુગાદિદેવને ત્રણ પ્રદક્ષિણા દેતે છતો રાયણુતળે યુગાદિદેવની પાદુકા આગળ ચત્યવંદન કરે. ત્યાંથી પુંડરિક ગણધરને વંદી ત્યાં ચૈત્યવંદન કરે. ત્યાંથી નવા આદીશ્વરભગવાન સમક્ષ સ્થિરતાપૂર્વક ચૈત્યવંદન કરે. ત્યાંથી ત્રણ પ્રદક્ષિણું પૂર્ણ થયે છતે યુગાદિદેવનાં દર્શન સ્તુતિ કરવા મન, વચન અને કાયાવડે ભક્તિપૂર્વક પ્રયત્ન કરે. ચૈત્યવંદનમાં જેમ ભાવ વધે તેમ કરવું. પછી શાન્ત મનથી પિતાના અને પ્રભુના વચ્ચે જે અંતર છે, તે શું છે ? તે સંબંધી ચિંતવન કરી ઉપગપૂર્વક સ્નાન કરી ચેતન, વિવિધ ફુલ ડાં પણ ભાવપૂર્વક ગ્રહણ કરે. દ્રવ્યસ્નાન કરતી વખતે મનમાં વિચારવું કે હે ચેતન ! આ પાણીવડે ત્યારે ક્યાં સુધી સ્નાન કરવું પડશે? આ શરીર અનાદિકાળનું અપવિત્ર છે, હાડકાંની માળા અને ઉપર ચામડી છે એવું જે આ શરીર કદિ પાણીવડે નિમલ થશે નહિં. કારણ કે શરીર તે તે પુગલ છે, અને તેને હાનિવૃદ્ધિને સ્વભાવ છે, તે કર્મનાવેગે પ્રાપ્ત થયું છે. તેના ઉપરથી મેલ ઉતાર અને આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા ઉદ્યમ કર કે જેથી શિવસુખ પામી શકે; વળી વિચારવું કે આવો વખત પામી જીવ પરભાવમાં પેસીશ નહિં. આગળ વધી સ્નાન કરી ચાંલ્લો કરતી વખતે એમ ચિંતવવું કે એક દેવગુરૂધર્મની શ્રદ્ધા તેજ મને હજે. વળી કુલગ્રહણ કરી સમતાપૂર્વકલ્લવડે અને ચંદનવડે પ્રભુને પૂજવા, અને મનમાં વિનંતિ કરવી કે હે પ્રભુ! ફુલને જીવોમાં અનંતિવાર ઉત્પન્ન થશે. તેના ઉપર હું હવે મમતા રાખીશ નહિં. દ્રવ્યપૂજા ભાવપૂજાપૂર્વક કરી ચૈત્યવંદન જેમ કર્મ નાશ થાય અને આત્માનંદ થાય તેમ કરવું. વાર થાય તેની દરકાર રાખવી નહિં, પણ સમતાભાવે પિતાના શરીરની શક્તિ મુજબ
For Private And Personal Use Only