________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
પત્ર સદુપદેશે.
------------------ તેટલાં સંભારી સંભારી શુદ્ધઅંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડ દે. ચેરી, જરી, છળ, ૫ટ, જીવની હિંસા, અસત્યવચન, દેવગુરૂધમની નિંદા કરી હોય તે સર્વે દુષ્કય વૈરાગ્યપૂર્વક મનમાં સંભારી નિંદવાં કે જેથી પાપકર્મ આત્મા સાથે લાગેલાં છે તે નાશ પામતાં જાય. વળી મનમાં વિચારવું કે હે ચેતન! ઘણું સારા ભાવથી અહિં કર્મનો નાશ કરવા આવ્યા છે, માટે કંઈ પણ બાકી મૂકીશ નહિ. ભવ્યજીને એ ગિરિ સ્વપ્નમાં સુવર્ણને દેખાય છે એ વાત સત્ય છે. એ ગિરિનાં ભાવથી દર્શન કરે તે મનુષ્ય આત્માને ઉજજવલ કરે છે, અને પિતાને સિદ્ધાચલ આત્મા તેનાં દર્શન કરે છે. એ ગિરિ ચઢતાં જ્યારે અપ્રમત્ત હિંગલાજને હડે આવે છે ત્યારે પાપને ઘડે ફુટે છે. હિંગલાજ સુધી આવતાં ખુબ થાક લાગે છે. ત્યારે ચેતન થાક લેવા વિશ્રામ કરે છે. તે વખતે ભાવના ભાવવી કે હે ચેતન ! મનમાં વિચાર કે તે કોઈ વખત ભાવે કરી આત્મારૂપ સિદ્ધાચલ ગિરિનાં દર્શન કર્યા હતા તે આ થાક લાગે છે તે લાગત નહિ. આ થાક તને લાગતું નથી, થાક પુલને લાગે છે પણ તે તે સારો થાક લાગે છે કે જેથી તારાં ભવોભવનાં પાપ ચાલ્યાં જતાં, તું થારહીત થાય છે માટે ચઢતા પરિણામ રાખ. સ્ત્રી પુત્ર પરિવારને માટે હે ટાઢ, તડકા, ભૂખ, તૃપા ઈત્યાદિ ઘણાં દુ:ખ સહન કર્યા પણ તે દુઃખથી મુક્તિપદ પામે નહિ, પણ જે આ વખતે તે શરીરનું દુઃખ સહન કરીશ તે મુક્તિપદ સહેલું છે. એમ વિચારી શુભભાવે હે ચેતન ! આગળ વધે અને આદિનાથનાં દર્શન કરી આત્મસ્વરૂપ પ્રાપ્ત કર. એમ વધી આગળ ચાલતાં પાંડ વિગેરેનાં દર્શન કરી વિચારો કે અહો ! તે પુણવંતા મહાબળવાન હતા. તેઓ પણ એક વખત આ જગતમાંથી ચાલ્યા ગયા. તો હે ચેતન! વિચાર કે તું કેમ પારકી વસ્તુ પિતાની માની પાપની પ્રવૃત્તિ કર્યા કરે છે. મરતી વખતે છવની સાથે પુણ્ય ને પાપ આવે છે. માટે આત્મ
ધ્યાની તો કાળાનુભાવે પુણ્ય અને પાપને પણ ત્યાગ કરી સિદ્ધા સ્થાનમાં બીરાજે છે. જે જીવ ભાવથી શત્રુંજય પર ચઢે છે તે જીવ પિતાને ઉત્પન્ન થયેલા એવા જે સારા ભાવ તેથી ગુણણિપર ચઢી કેવલજ્ઞાન પામી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
વળી આગળ ચઢતાં અને વિચારવું કે અરે ! હું આ ગિરિ ચઢતો છત તું કયા ધ્યાનમાં વતે છે. એને આધ્યાન અને રદ્રધ્યાનને મનમાં પ્રવેશ થાય. ધર્મ માનવડે આત્મા નિર્મલ થતે છત ઉપર ચઢી નવટુંક વગેરેનાં દર્શન કરી જન્મ સફળ કરે છે. ભાવથી આત્મગુણનું અવલંબન કરો
113
For Private And Personal Use Only