________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૮૫
ક્ષાચિકચારિત્ર ( સ્વગુણ સ્થિરતા રૂપ) આત્મામાં પ્રકાશે છે. આયુષ્યકમને સંપૂર્ણ નાશ થતાં વારંવાર સંસારમાં જન્મ મરણ ધારણ કરવાં પડતાં નથી, અને મુક્તિમાં સાદિઅનંત સ્થિતિ ભાંગે આત્મા રહે છે. નામકર્મને નાશ થવાથી અરૂપીપણું આત્મામાં પ્રગટ થાય છે. ગોત્રકર્મને નાશ થવાથી અગુરુલઘુગુણ ઉત્પન્ન થાય છે. અન્તરાયકર્મને નાશ થવાથી અનન્તવીર્ય ( આત્મ શક્તિ રૂ૫ ) આત્મામાં પ્રકાશે છે. એ આઠ ગુણ આત્મામાં છે પણ કર્મના જોરે આચ્છાદિત થયા હતા તે પાછા કર્મને નાશ થવાથી સ્વસ્વરૂપે પ્રકાશે છે. એ આઠ ગુણ ઉપરાંત આત્મામાં અનંતા ગુણ રહ્યા છે કે જે તે ગુણે પામવાથી અનહદ સુખ ઉત્પન્ન થઈ શકે પણ આત્મા આત્માને ઓળખે તે સ્વગુણુ પ્રગટ થઈ શકે.
આત્મનિષ્ઠ જ્ઞાન ગુણથી આત્માનું સ્વરૂપ જાણ્યા બાદ તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે એજ તીર્થંકર મહારાજની આજ્ઞા છે. તીર્થ યાત્રા કરવી એ પણ કર્મક્ષય હેતુ છે. તેમાં પણ સિદ્ધાચલગિરિ ફર્શન દર્શન અનંત કર્મને નાશ કરી શકે છે.
नमस्कारसमो मंत्रः, शर्बुजयसमोगिरिः पीतासमो देवो, न भूतो न भविष्यति ॥१॥
નમસ્કાર મંત્ર જગતમાં કોઈ નથી, તેમજ પર્વતેમાં શત્રુંજય સમાન બીજો કોઇ પર્વત નથી. કારણ કે તેના દર્શનથી વૈરભાવ દૂર થાય છે, એ સ્થાનમાં તીર્થકર મહર્ષિઓ આવી રાગદ્વેષરૂપી શત્રુને જય કર્યો માટે તે પર્વત પણ શત્રુંજય એ નામે પ્રસિદ્ધ થયે છે. ભાવરાગદેષરૂપી શત્રને નાશ કરવા એ ગિરિ કારણભૂત છે. એમ હૃદયમાં શ્રદ્ધા થવી જોઈએ. વળી શત્રુંજયતીર્થના સ્પર્શનાદિકથી મહાપાપી જીવો પણ દેવગતિ આદિ પામ્યા છે, પામશે અને હાલ પણ ભવ્યજીવો પામે છે કહ્યું છે કે
कृत्वा पापसहस्राणि, हत्या जंतुशतानि च इदं तीर्थसमासाच, तिर्यचोऽपि दिवंगताः ॥२॥
હજારે પાપ કરીને અને હજારો પ્રાણીઓને નાશ કરનારા તિર્યંચ પશુપંખી વગેરે પણ આ તીર્થને પામી શુભભાવે દેવલોકમાં ગયા તે મનુષ્યનું શું કહેવું? કારણ કે તિર્યંચાદિ પણ જે શુભભાવથી દેવકાદિ પામી શકે છે
For Private And Personal Use Only