________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
વસથી લે–વિત્ર આજરોજ અહિં આવવાનું થયું છે. માસિકલ્પ બનશે એમ લાગે છે પછી બને તે ખરૂં વિ૦ આત્મહિતૈષીઓએ વારંવાર આભોપાગમાં રમણતા કરવી. નિદિધ્યાસન ( સ્વરૂપ ધારણા) વારંવાર કરવી જોઈએ. પિતાના આત્માને ઉપદેશ આપવો એ ઉત્તમ વાત છે. કારણ કે પિતે સુધર્યા વિના બીજાને ઉપદેશ આપી શકાતો નથી. જે મહાત્માઓ વિશેષ ગુણવાન અને વૈરાગી છે. તેમને ઉપદેશ બીજાને વધારે અસર કરી શકે છે. જેમ કાચ વિશેષ નિર્મલ હોય છે તેમ તેમાં સ્વપ્રતિબિંબ વિશેષ ભાસી શકે છે. પુદ્ગલદ્રવ્ય કરતાં પણ આત્મામાં અનંત શકિત વિશેષ છે. એ સર્વ શકિતને કર્મની વણઓએ ઢાંકી દીધી છે. આત્મામાં પ્રત્યેક પ્રદેશે અનંતકવણાઓ લાગી છે. તે બધી કર્મ વર્ગણાઓને જો નાશ થાય તે કૈવલ્યપદ સ્વતઃ પ્રકાશિત થાય. પણ એ સર્વ ઉદ્યોગ થકી બને છે. ભવ્ય જીવ ધારે તે ઉગથી શું ન પામી શકે? પણ અસત સંગતિથી આત્મા આડે રસ્તે જાય નહિ એ ખૂબ વિચારવા જેવું છે. છ કમને આધિન છે. ઠેર ઠેર અસિત સંયોગો દેખાય છે, પણ જે અંતઃકરણપૂર્વક આ આત્મા ધારે તે શું ન કરી શકે? અને જ્યારે આત્મા શુદ્ધસ્વરૂ પાભિલાષી થાય છે તેને કેણુ વારી શકે? રાગ, દ્વેષ, ભય, કેધ, અદેખાઇ, કપટ, હાસ્ય એ સર્વ બહિરાત્મપણાની દિશામાં આત્માને છેતરે છે, પણ જ્યારે આત્મા આપ સ્વભાવમાં રમતે હેય છે ત્યારે તેને કોઈ પણ છેતરવા સમર્થ નથી. બહિરભાવે કરીને જીવ બીજાને છેતરે છે, પણ જાણ નથી કે બીજાને છેતરતા પહેલાં તે પોતે જ છેતરાય છે. માઠી બુદ્ધિ વિના પરને છેતરવું થતું નથી, અને માઠી બુદ્ધિ આત્માને છેતરે છે, અને અજ્ઞાનદશાએ આત્મા હુ પરને છેતરૂં છું એમ અભિમાની થાય છે, પણ અભિમાન એ અવગુણ પરભાવમાં રમતાં જ ઉદયે આવે છે. જ્યારે સ્વભાવમાં રમવું થાય છે, ત્યારે અભિમાન એ શું છે તેનું પણ ભાન રહેતું નથી, અને આત્માની ઐક્યતા થયે અનુભવ દશા જાગે છે. તેને અનુભવ ગુફા અગર એકાન્તસ્થાનમાં જણશે. કર્મને નાશ કરવાની કુંચી સહેલામાં સહેલી એ છે કે પુગલ રમણુતાથી દૂર રહેવું. કદાપિ તે ખટપટ કર્મના યોગે કરવી પડે તે પણ જળપંકજવત્ અલગ રહી કરવી.
આ આત્માની શક્તિ કોણ ઈચ્છતું નથી? અને તેને મહેનત કર્યો છતે કાણું પામી શકતું નથી? પણ મહેનત યથાર્થ વ્યવહાર નિશ્ચય પૂર્વક કરવી જોઈએ. દરેક છે જુદા જુદા પ્રકારની વસ્તુ મેળવવા જુદી જુદી
For Private And Personal Use Only