________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૨
પત્ર સદુપદેશ.
આમા સિદ્ધ સમાન છે. પણ એક વચમાં કમને તફાવત છે. જો તમે શ્રાપણું સદા કાયમ રાખવા ઈચ્છા રાખે તે ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ કરો કે જેથી શિવપુરમાં બ્રાતૃભાવ કાયમ રહેશે, અને તે પ્રમાણે રહે. એમ અંત:કરણથી ઈચ્છાય છે. 9 શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ (સં. ૧૮૫૮ ના માઘ વદિ ૮ )
અમદાવાદથી લે–વિ. તમારે પત્ર પહોંચ્યો. . . ૩ ને વિહાર કરી જેતલપુર, બારેજા, નવાગામ, નાયકા, માતર, અને ત્યાંથી વસે જઈ શકાશે. ઉતાવળથી પત્ર લખ્યો છે તેથી વિશેષ યોગ્ય લેખ લખ્યો નથી •. ... ... ... .. ... ...ને ધર્મલાભ જણાવશે. વકીલ નંદલાલભાઈ તથા ભાઈ પાનાચંદને ધર્મલાભ કહેશે. આત્મસાધન કરશેતમે આત્મસાધન કરવામાં પ્રવૃત્તિ કરે છે તેથી આનંદિત થાઉં છું. ઉપાધિ વધારી વધે છે, ને ઘટાડી ઘટે છે. પછી તે જેવી ઉપયોગ દશા. નિવૃત્તિ દશાએ સુખ થઈ શકે છે ને ઉપાધિએ દુ:ખ જાણવું. ઉપાધિ એ દેખતાં છતાં આત્માને આડે રસ્તે દોરી જાય છે. જીવ જાણે છે છતાં તેને દૂર કરે નહિ તે લાભ શી રીતે પામી શકે? ધમ પુરૂષ ઉપાધિને એક બેડી સમાન ગણે છે, અને તેથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. એ માર્ગને જેણે આદર્યો છે. તેની ઉત્તમદશા ક્યાં? અને પરવસ્તુમાં સુખના ભ્રમે લોભાતા જીવેની દશા ક્યાં ? સાંસારિક સુખ તેજ દુખ જાણવું. એ સુખ શાશ્વતું નથી, પણ અનાદિકાળના અભ્યાસથી ચેતન તેનામાં જ સુખ માની ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. આત્માની દશા જાગશે તો ધન્ય માનીશ. જો કે સદાકાળ આપયોગમાં રમણતા રહેવી, દુષ્કર છે તો પણ નિવૃત્તિના યોગે સારાં કારણ મલે આત્મા પિતે પિતાનું તપાસે તે પણ સ્વાભાવિક છે. આત્માના. સ્વરૂપનું ચિંતવન કરતાં જ ઉપાધિ પિતાની મેળે દૂર થાય છે. ઉપાધિને કર્તા પણુ ચેતન છે, અને ઉપાધિન હર્તા પણ ચેતન છે. એ ચેતન અનંતશક્તિભાન છે તે સિંહ સમાન છતાં પણ કર્મરૂપ પિંજરમાં પડી દુઃખી થાય છે. માટે એ કમપાંજરું તેડવા પ્રયત્ન કરવો એ ઉચિત છે, અને શિવ સુખ પામવું એ લય છે.
( તા. ૩-૩-૧૮૦૩ ).
For Private And Personal Use Only