SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપ્રદેશ. પરભાવમાં પ્રવૃત્તિ કરી મેરૂપર્વત જેટલી કર્મની વણાએ ગ્રહણ કરી તે જરા માત્ર ધમ સેવનથી શી રીતે નાશ થઇ શકે ? અલબત ધર્મનું સેવન વધારે કરાય તે કર્મના નાશ વિશેષ થઇ શકે. આખું ઘર બળવા માંડયુ ત્યારે એક લોટા જેટલા પાણીથી શી રીતે ફાયદો થઇ શકશે ? માટે જેમ અને તેમ હું આત્મન્ ! હું શુદ્ધચેતના તને કહું છું કે તું તારા સ્વસ્થભાવમાં રમતા કર. તે પોતાના સ્વભાવમાં નહિ રમીશ તે મેટા વાયુવડે આકડાનુ તૂલ જેમ આકાશમાં અહિં ત િ કરે છે તેમ તું ક રૂપી મહાવાયુવડે સંસાર રૂપ મેદાનમાં ભટકી ભટકી અર્થેારદુઃખ પામીશ. તે વખતે તને કાઇ સહાય કરી શકશે નહિ. ખરે। . આ અવસર છે ખેતે તને તેરકાઠીયા કાળમાં મૃગની પેઠે સાવે નહિ તે ધ્યાનમાં રાખજે. વારંવાર હે આત્મન્ ! શું કહેવું? સમજીને વધારે શું સમજાવવું ? બૃહસ્પતિની આગળ શી વાકચાતુરી ! તેમ તું પોતે જાણે છે તે છતાં કેમ મેાદશામાં પાઢ છે. હું આત્મન્ ! તું શરીર રૂપ ધરમાં વાસા કરી રહ્યા છે તે શરીર રૂપ ધર ભાડાની કોટડી સમાન તાર્ નથી. એ શરીર ધરની ચારે તરફ આગ લાગી છે છતાં તું કેમ જાગીને હજી પ્રયત્ન કરતા નથી ? એ શરીરરૂપ ધર હવે ઘણા કાળ નભશે નહિ. એ પારકું તે પારકુ છે જ્યાં સુધી તેમાં વાસેા કરી ધર્મસાધન જેટલું થાય તેટલું કરી લે નહિ તે અંતે પસ્તાઇશ, કોઇ જીવ શરીરરૂપ ધર સાથે લઈ ગયા નથી. જો તારે પોતાના ખરેખરા ઘરમાં જવા ઇચ્છા હોય તે વૈરાગ્યદશાથી પરને પારકું જાણી સદ્ગુરૂમહારાજને નવ્રતાથી પુછીરા તો તને પોતાનું ઘર બતાવશે. વ્યવહાર અને નિશ્ચયરૂપ એ ચક્ષુથી ચાલતાં ગુરૂકૃપાથી તું મેાક્ષરૂપ ધરમાં પ્રવેશ કરીશ, કે જેથી પછી તેમાંથી કાઇ વખત નીકળવા પામીશ નહિ. વળી હે આત્મન! ! તારા પુત્ર ઉપર માહ હાય તે તેવા પુત્ર પામવા ઇચ્છા કરજે કે જે પુત્રનેા તારાથી કદાપિ કાળે વિયોગ થાય નહિ. બાકી પુદ્ગલમાં રહેલા કોઇ અન્ય આત્માને અને તે પુદ્ગલને પોતાને પુત્ર માને છે. તે ક્યાં સુધી તારા પુત્ર કહેવાશે ? એવા પુત્ર થકી તું સુખની આશા રાખીશ નહિ. હું આત્મન !! જો તારે ખરા પુત્રની ઇચ્છા હેાય તે તે વાત ગુરૂમહારાજને નમ્રતાથી પૂછ. ગુરૂમહારાજ તને જ્ઞાનરૂપપુત્રની ઓળખાણ કરાવશે કે જેથી તું જ્ઞાનરૂપપુત્ર પામી તેને વિયોગ કદાપિ પામીશ નહિ, અને તેથી તું અત્યંતસુખી થઇશ. તે વિના અન્યપુત્રાથી શું આત્મહિત થવાનુ છે ? તે વિચારવાનું છે. વળી હૈ આત્મન! તું પુદ્ગલઋદ્ધિથી મોટા બનાતા ને દેખી પુદ્દગલઋદ્ધિ મેળવવા 112 For Private And Personal Use Only ૮૮૫
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy