________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
res
પત્ર સઃપ્રદેશ.
તેનાથી દૂર રહેશે!. વળી હે ચેતન! છેકરા છેાકરી સ્રીરૂપ ભૂતા મુક્તિ માગે ગમન કરતાં પાછળ રેશે. માટે તેના ઉપર દયા કરશે નહિ. વળી હે ચેતન મુક્તિનગરીના માર્ગે જતાં ધ્યાનરૂપ ખડ્ગ ધારણ કરો. વળી હે ચેતન ! મુક્તિનગરીના માર્ગે જતાં અહંકારરૂપ અજગર આવે છે, તેની પાસે જશે નહિ. નહિ તે ગળી જશે. વળી હે ચેતન ! તમે રસ્તામાં પ્રમાદ કરી ઉંધા નહિ. વળી હું ચેતન ! મુક્તિનગરી જતાં આધિવ્યાધિરૂપ તાપ લાગશે, તે ગણુકારશે! નહીં, અને સમભાવરૂપજળનું પાન કરો. વળી હું ચેતન !!! તમે મુક્તિમાર્ગે જતાં ભૂલથી આડે રસ્તે ચઢી જશે! નહિ. વળી હું ચેતન ! પર ભાવરમણુતારૂપ વેશ્યાના વિશ્વાસ રાખશે! નહિ. વળી હૈ ચંતન ! તમા સદ્ગુરૂવાણીરૂપ અમૃત સાથે લેજો. વળી હે ચેતન ! તમે વિવેકરૂપઅજલીથી જ્ઞાનરૂપ અમૃત પીો. વળી હું ચેતન ! મુક્તિનગરીએ જતાં ધૈર્ય રૂપ ઘેાડાપર સ્વાર થજો. વળી હે ચેતન! તમે તાપ લાગે નહિં તે સારૂ ક્ષમા રૂપી છત્રી માથે ધારણ કરશેા. વળી હું ચેતન ! તમેા કોઇની નિદા કરશે! નહીં. હું ચેતન ! જ્ઞાનદર્શનચારિત્રરૂપ સ્વધર્મ વિના અન્ય ધર્મી જે પુદ્ગલ દ્રવ્ય તેની સંગત કરશેા નહે. વળી હે ચેતન ! મુક્તિનગરી જતાં એવી સંભાળ રાખો કે જેથી નગરીમાં પહોંચી શકાય. કારણ કે ઘણા માણસે। મુક્તિનગરી જવા દોડે છે, પ્રયત્ન કરે છે પણ કાઇ વીરલા મુક્તિનગરીમાં પહેાચે છે. ખીજા ઘણાખરા ભૂલા પડી સંસારનગરીમાં કર્યાં કરે છે. મુક્તિનગરીમાં મનુષ્ય શરીર વિના પહોચી શકાતુ નથી માટે જે ભવ્યેા યથાયોગ સામગ્રી પામીને પણ પ્રમાવશ થશે તેઓ દુઃખી થશે. સસારનગર માહ રાજાનું છે, અને મુક્તિનગરી ધમરાજાની છે. મેહરાજા પોતાના નગરમાંથી કાઇ જીવને ધર્મરાજાના નગરમાં જવા દેતા નથી, માટે કરાજાને છેતર્યાં વિના અને ધર્મરાજાના સુભટાની સલાહ લીધા વિના મુક્તિનગરીમાં જઈ શકાતું નથી. વળી આ પંચમકાળમાં તથાવિધસામગ્રીના અભાવે જીવે વિસામેના લીધાવિના મુક્તિનગરીમાં જઇ શકતા નથી. માટે હે ચેતન ! તું અનંતકાળ આ સસારમાં ભટકયા, પણ જરા માત્ર સુખ પામ્યા નહિ. સંસારનગરમાં કેવલ દુઃખ છે. માટે ચેતન ! પ્રમાદ પરિહરી ધૈર્ય ધારણ કરી ધર્મ માર્ગમાં પ્રયત્ન કરીશ તા ધૃષ્ટવસ્તુ પામી શકીશ. આયુષ્ય અલ્પ છે કાળની માલૂમ નથી. સંસારમાં કાઇ કાઇનું સગું નથી. આ શબ્દો જે હૃદયમાં ઉતરે તેકમેલને ધાઇ નાખે. ભાગ્યવાને તે પ્રમાણે લાભ થઇ શકશે. ધ્યારૂપવૃષ્ટિથી ભીના થયેલા અને ધ્યાનરૂપતાપે તપેલા આત્માના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only