________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સંપ્રદેશ.
ચિત્ અનુભવ દ્વારા ભાસે છે, ત્યારે અનહદ શમ ( સુખ ) ઉત્પન્ન થાય છે. લાખો ગ્રંથો પણ પુગલને ત્યાગ અને આત્મા વસ્તુ ઉપર રાગ દર્શાવે છે, પણ જ્ઞાની મહારાજાઓનાં વચન જ્યાં સુધી હૃદયને ભેદે નહિ, ત્યાં સુધી સમજવું કે હજી આત્માને ઘણું સંસારમાં રઝળવાનું છે. જ્ઞાની મહારાજાઓના વચન ઉપર જેમ જેમ રાગ, શ્રદ્ધા અને આદર થાય છે તેમ તેમ આપણે ઉંચી પાયરીએ ચઢતા જઈએ છીએ. પણ યાદ રાખવું કે ગૃહસ્થ અને યતિ ધર્મની પરિપાટી યુક્ત મેક્ષ માર્ગ પામી શકાય છે. ભવ્યજીવોએ નીચે પ્રમાણે શ્લેક મનન કરી ઉપાદેયપણું કરવું.
कोऽहं का मे ऽवस्था, किं च कुलं के पुनर्गुणा नियमाः किं न स्पृष्टं क्षेत्रं, श्रुतं न कि धर्मशास्त्रं च ॥ १ ॥
( દુહા ) પર પુદગલની ચાહના, પરપુગલને સંગ; પર પુદ્ગલ ભક્ષણ કરે, એ સવી મેહ પ્રસંગ મોહભાવ અબ ત્યાગ કર, આતમભાવ નિહાલ; પરપુગલને છોડ ઘે, એ સહુ આલ પંપાલ. રાજા રંક ને સુરપતિ, ભટકતા સંસાર; તે જીવ તારી કુણ દશા, આતમભાવ વિચાર. અંતે તે મરવું જ છે, નક્કી મનમાં જાણ ટગમગ જેતે છવડો, અતિ છેડે પ્રાણ. રાગદેષ પુદગલ દશા, એને કરે ત્યાગ; જ્ઞાનદર્શન છે આત્મગુણ, તેને કરો રાગ દેખે તે ચેતન નહીં, ચેતન નહિ દેખાય; રોષ તષ શાપર કરે, આપહિ આપ બુઝાય. રાચે સાચે ધ્યાનમાં, જાએ વિષય ન કોય; નાચે રાચે મુક્તિરસ, આતમ જ્ઞાની સય. શત્રુ મિત્ર મનસમ ગણે, સમ કંચન પાષાણ; સમતાભાવે આતમા, પામે કેવલ નાણ
For Private And Personal Use Only