________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
- - - - -
- -
-
-
-
- - - ' '
સ્વભાવરમણતાથી છે. જે પુરૂષ આત્માભિમુખી થાય છે તે શત્રુ મિત્રને સમ ગણે છે. તેમની શાંતતા અભુત સુખ ભણી હોય છે.
બાળકે ઢીંગલા ઢીંગલીને જેમ ખરાં માને છે, તેમ છવ સાંસારિક સગાઈને ખરી માની ભુલે છે, પણ જે નિકટભવિ હોય છે તે સત્ય વસ્તુમાં આનન્દ માને છે. પાણી જેમ જુદા જુદા પદાર્થોમાં મળી જાય છે, તેમ આ આત્મા અનેક સંસારી પદાર્થો દેખી તેમાં લીન થાય છે પણ તે સર્વ અજ્ઞાન છે. “ જાણ્યું તે તેનું ખરૂં મેહે નવિ લેપાય ” એ મહાવાક્ય આંખ મીચી લાંબાકાળ પર્યત વિચારથી વિચારતાં આત્મા અને પુગલનું પૃથ સ્વરૂપ જણાય છે, અને પછી આત્માને ઉપાદેય ધારી તેમાં રમવું એજ સાર છે.
જે પ્રાણીઓ સંસારમાં સુખમાની ધર્મમાં પ્રવૃત્તિ કરતા નથી તે છો ચિંતામણિતુલ્યમનુષ્યભવને ફેકટ હારે છે. વારંવાર આ મનુષ્યજન્મ મળવાને નથી. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં મેહનાં સ્થાન છે પણ તેથી ચેતતા રહેવું. વારંવાર આત્મસ્વરૂપમાં રમવા યત્ન કરો. જેઓ પવિત્ર થવા ઈરછે છે તે પારકી નિંદારૂપ ગંદા પાણીમાં સ્નાન કરતા નથી. જેઓ સુખી થવા ઈચ્છે છે તે બીજાની ચઢતી દેખી સુખી થાય છે. જેનું ભાગ્ય પરવાયું હોય છે તે દુધમાં પણ પૂરા જેવાની દૃષ્ટિ રાખે છે. સંસારમાં
જ્યાં જોઈએ ત્યાં સ્વાર્થ સ્વાર્થ જ પ્રાયઃ ભાસે છે, પણ ભાગ્યવંતે આત્માને દેખવા વધારે હોય છે. જે છે તે આત્મામાં છે એમ માનવું જોઈએ. સર્વ જીવો કમને આધીન છે, ને કર્મ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેથી આપણે ચિંતવવું કે એ સર્વ કર્મનો પ્રપંચ છે, પણ તે સર્વ જીવો સિદ્ધ સમાન છે. ભાઈ, પુત્ર, શ્રી ઈત્યાદિ સગાઈ શરીર છે ત્યાં સુધી છે. જેમ શરીર નાશવંત છે, જડ છે, તેમ તે સગાઈ પણ અસાર જાણવી. ખરી સગાઈ ધર્મ અને ધર્મની જાણવી. આત્મા જે ધારે તો શું કરી શકવા સમર્થ નથી ? પણ ઉધમ થવું જોઈએ. ઉદ્યમથી કર્મ ભમ દૂર નાસે છે. જ્યાં સુધી સંસારી પદાર્થોમાં ઈષ્ટ બુદ્ધિ છે, ત્યાં સુધી આત્મગુણોમાં ઇષ્ટ બુદ્ધ કહે શી રીતે કહેવાય ? આત્મગુણેમાં ઇઝ બુદ્ધિ ખરા દૃઢ નિશ્ચય પૂર્વક થાય તે પછી રાગદ્વેષાદિ રહે નહિ અને અનુક્રમે આત્મસુખ પ્રાપ્ત કરી શકાય, પણ આત્મસુખ જાણ્યા વિના તેમાં પ્રવૃત્તિ થવી કઠિન છે, માટે આત્મસ્વરૂપ ઓળખવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આત્મસ્વરૂપ યતકિ.
111
For Private And Personal Use Only