________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૭૯
ક
પ
મ * *
મુંબાઈથી લેવ—વિ. તમારે પત્ર પહેર્યો. વાંચી બીના જાણું. ભાઈશંકરને અત્યન્ત મંદવાડ છે તે જાણ્યું. પુત્રરૂપે થયેલા છોને પણ આત્મવત દેખવા. તેમના આત્માને અમરભાવ. કારણ કે આયુષ્યની પરિસમાપ્તિ થતાં જ શરીર બદલે છે, ને આત્મા તે અન્યગતિમાં પણ તેને તે રહે છે. જે જે થાય તેના તટસ્થપણે દૃષ્ટા બની રહેવું. વ્યવહારદશાને જાળવવી પણ અન્તર્થી તે ધર્યતાને ધારણ કરવી. જે કાળે જે બનવાનું છે તે મિથ્યા થતું નથી. પિતાનું કલ્પવાથી જ તે તે વસ્તુઓને વિરહ થતાં હૃદયમાં આઘાત થાય છે, પણ પિતાની કલ્પના કર્યા વિના સંસારમાં વ્યવહાર ચલાવતાં એકદમ અત્યંત મોહને ઉત્પાદ થત નથી. જે જે વસ્તુઓ ઉત્પન્ન થઈ છે તે તે વસ્તુઓનું રૂપાંતર થયા વિના રહેતું નથી. જેણે જન્મ ધાર્યો છે તેનું રૂપાન્તર થવાનું છે. બાલ્યાવસ્થાથી આ પ્રમાણે દેખતાં આવ્યા છીએ. શ્રીવીરપ્રભુ પણ એમજ જણાવ્યા કરે છે. ત્યારે હવે શા માટે મનની સમાનતા તજવી જોઈએ? શંકરને બનતે ઉપદેશ દઈ તેનું ભલુ કરવું. સ્વાર્થનો સંબંધ ન ચિંતવતાં તેની સાથે પરમાર્થને સંબંધ ચિંતવવો. સર્વ જીવો કર્મને વશ છે.
“ એ ન તો કઈ નહિ મેરા, કયા કર મેરા મેરા ”
આ વાક ર ણ કરવું અને આત્માના સ્વભાવમાં રમણતા કરવી. જ્ઞાનીને શેક કિંતાન પ્રસંગો વૈરાગ્યરૂપે પરિણમે છે. શંકરને મારા ધર્મ લાભ કહેશો. તેનું કલ્યાણ થાઓ. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશે. શંકરને હું ખમાવું છું તેનું ધર્મપ્રતિ લક્ષ સારું છે. માટે ધર્મનાં વચને સંભળાવતા રહેશે. ૐ રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સંવત ૧૮૬૭ ચૈત્ર વદિ ૧૪.
પાદરાથી લે–વિતમારા પિતાશ્રીના પત્રથી શંકરની તથા તમારા ઘરવાળાની અત્યંત માંદગી જાણી. આવા પ્રસંગે મનુષ્યના મનમાં ઘણે શાક રહે છે, અને તેઓ તેથી મોહના આધીન થઈને આત્માનું ખરું સ્વરૂપ ભૂલી જાય છે. અત્ર મારે જણાવવું જોઈએ કે શેક કરવાથી કંઈ પણ વળતું નથી. આવા પ્રસંગે તે વૈરાગ્યભાવ ધારણ કરીને હૈર્ય ધારણ કરવું
For Private And Personal Use Only