________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૮
પત્ર સદુપદેશ.
ખરાબે ચઢેલું સમજવું. પિતાના આત્માના હિતને માટે આ કાળમાં મુખ્યપણે ધાર્મિક પ્રવૃત્તિની આવશ્યક્તા વિશેષતઃ યોગ્ય છે. જે જ્ઞાનીમાં ધાર્મિક ઉપાધિદશા સહન કરવાની શક્તિ છે, તે જગતને ઉપકાર કરવાની કચિત પાત્રવાળા ગણી શકાય છે, તે વિના તે સ્વપરનું હિત સમજાતું નથી. તેવી શક્તિ પરિપૂર્ણ ખીલેલી જણાતી નથી, સદાકાળ નિર્દોષપણે સહજ વીતરાગજીવન વહેવા માટે અનુભવજ્ઞાનની આવશ્યકતાની જરૂર છે. અનુભવજ્ઞાન થયા વિના આત્માના સુખને નિશ્ચય થતું નથી. તેમાં પ્રવૃત્તિ કરવી તેજ હિતાવહ છે. મુંબઈની મોહમયી પ્રવૃત્તિમાં નિર્મોહપ્રવૃત્તિથી આત્માના ઉપયોગમાં પ્રાય: રહેવાય છે. સાંસારિક સુખના હેતુઓને આત્મદૃષ્ટિથી દેખતાં અનુભવતાં નિરા છે. આત્માદષ્ટિની બલિહારી છે. ૩ૐ રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા ૫-૨-૧૯૧૧ )
મુંબાઈથી લેવ—વિ. ધર્મનાં પુસ્તક વાંચીને તેમાંથી અપેક્ષાઓયુક્ત અનેક ભાવાર્થવાળાં રહસ્યને ખેંચી કાઢવાં જોઈએ. શબ્દોની અપેક્ષાએ અનેક અર્થો થઈ શકે છે. પિતાના અધિકારપણે શબ્દોના અર્થનું અવલમ્બન કરીને માનસિપ્રવૃત્તિમય થવું જોઈએ. અર્થાત મનમાં ઉત્તમ ભાવાર્થવાળા પદાર્થોને જ ભાવવા જોઈએ. શબ્દ વા ભાવાર્થમાંથી જેટલો સાર ખેંચવા
ગ્ય હોય તેટલો ખેંચવો જોઈએ. રાધાવેધ કરતાં પણ અત્યન્ત ઉપયોગી થવાની જરૂર છે. પ્રથમ આત્મા પોતાના જ્ઞાનવડે પિતાની ભૂમિકાની શુદ્ધિ વા અશુદ્ધિને નિશ્ચય કરે છે. પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું હોય તે પિતાનેજ પ્રયત્નશીલ થવાની જરૂર છે. ૩ રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૨૦-૪-૧૯૧૧)
For Private And Personal Use Only