________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७४
પત્ર સદુપદેશ.
અવલંબન શ્રેષ્ઠ છે. જેના હૃદયમાં જ્ઞાનનાં બાણ વાગ્યાં છે તે જ આત્મધર્મને મને સમજી શકે છે. હાલ ધ્યાનમાં વિશેષતઃ જીવન ચાલ્યું જાય છે, પણ તે સ્થૂલ અને સામાન્યદષ્ટિથી જોતાં હજી કોણ જાણે કેટલો પ્રયત્ન કરવો પડશે? આત્મપ્રયત્ન કર્યા વિના છૂટકો નથી. ઉત્સાહ ધારો જોઈએ. પાલેજવાળા શા. ડાહ્યાભાઈ પિતાંબરદાસ તમારી સલાહ લેવા માટે તમારી પાસે આવવાના હતા એમ અત્ર તેમણે કહ્યું હતું. શું સલાહ આપી તે જણાવશે. ધર્મ સાધન કરશે જ. શ્રી શાંતિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૧૨-૪-૧૯૧૦ )
મુંબઇથી લે-વિ. તમારે પત્ર પહો. વાંચી બીના જાણી છે. તમે તે સૂત્રોનાં ગુર્જર ભાષાંતરે વાંચવા માટે લખ્યું તે જાણ્યું. ભલે તેમ કરવામાં આવે તે કંઈ હરકત જણાતી નથી. કિન્તુ ગુરૂગમ અનુભવની ખાસ જરૂર છે. ઉતસર્ગ અને અપવાદ તેમજ દરેકના આશયો ખેંચી કાઢવામાં ગુરૂગમની જરૂર છે માટે ગુરૂગમથી તે તે બાબતનું જ્ઞાન જેવું જેવું પરિણમવું જોઈએ, તે તે પ્રમાણે પરિણમે કે નહિ તે વિચારણીય છે. તેમ છતાં તમારે માટે આજ્ઞા છે. કોઈ બાબતનો એકાન્તનિર્ણય બાંધી લે નહિ. ચારિત્રના વિષયમાં દ્રાવ્યક્ષેત્રાદિને વિચાર કરીને કિંમત બાંધવાની જરૂર છે એમ લક્ષ્યમાં રાખશે.
હાલ અત્ર આનન્દથી જીવન નિગમે છે. ઉપાધિયોને વેદતાં જ્ઞાની દશાને અનુભવ થાય છે. અનેકપ્રકારની ઉપાધિયો સન્મુખ ખડી છતાં મનની સમાનતા રાખવાને જે સહાયકારી થાય તેવા આત્મજ્ઞાનની જરૂર છે અને તેવા પ્રકારના સંયોગે પ્રાપ્ત થતાં સેટી થાય છે. કેટલીક વખત ઉપાધિમાં જે જ્ઞાન રહી શકે છે તે જ જ્ઞાનની ઉત્તમતા વિશેષ ગણાય છે. ભિન્નવિચારના અનેકમનુષ્યની સંગતિ છતાં અધ પર્યત બનતા પ્રયત્ન મનની સમાનતા પ્રાયઃ જળવાઈ છે, અને સત્ય અનેકાન્તમાર્ગની આરાધના થઇ છે અને તેમ ભવિષ્યમાં ઈચ્છું છું. દરેક કાર્યમાં મનની સમાનતા જાળવવાની ઘણી જરૂર છે, અને તે અભ્યાસ ઉપયોગ રાખીને પાડવો જોઈએ.
( તા. ૪-૭-૧૯૧૧ )
For Private And Personal Use Only