________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭ર
પત્ર સંપ્રદેશ.
જવું, કાર્ય પ્રસંગ છે. તમે આવો ત્યારે સમુદ્ર વહાણ સંવાદની પ્રત લાવશે. વકીલ કેશવલાલ પ્રેમચંદને ખપ છે, માટે તેની જૂની પ્રત લેતા આવશે.
(તા. ૨૧-૭-૧૯૦૮)
મોરબયાથી લેવિ. તમારી પત્ર પહોંચે. અત્રથી કઠ ધંધુકા થઈ પાલીતાણે જવા વિચાર છે. મુખ્યતાએ આત્માની જંગમ યાત્રા પૂર્વક સ્થાવર તીર્થની નિમિત્ત યાત્રાને ઉપાદાનબુદ્ધિથી ઉદ્દેશ છે. સર્વ બાહ્ય ઈચ્છાને ત્યાગ કરતાં આત્મસ્વરૂપ ખીલે છે. આત્મતીર્થમાં સર્વ તીર્થોને સમાવેશ થાય છે. બાહ્ય શત્રુંજ્યાદિ પુષ્ટ નિમિત્ત તીર્થો છે. આત્મસ્વરૂપ જણવનાર શ્રતગ્રંથોનું અહર્નિશ મનન કરવું જોઈએ. પુણ્યાનુબંધિપુણ્યને ઉદય હોય તે આત્મધર્મપ્રતિ રૂચિ થાય છે. અધ્યાત્મ સ્વરૂપની રૂચિ થવી એ કંઈ સામાન્ય વાત નથી. મેટા મેટા વિયાકરણે તથા તૈયાયિકે તથા ભાષાના પ્રેફેસરે પણ અંતની દષ્ટિ ખીલવવા માટે પ્રયત્ન કરતા નથી. કોઈ વિરલા પુરૂષ જડને સર્વ મમત્વભાવ ત્યાગી આત્માને જ આત્મા સ્વરૂપમાં રહી આરાધે છે. ધર્મસાધન કરશે. ધામધામની ઘેનને કોરે મૂકી સ્વચ્છ શુદ્ધ આત્મસ્વરૂપ ઉપયોગમાં રાખવા લાયક છે. ઉપયોગની પરંપરા આત્મામાં સદા કાળ વહેરાવવી. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા. ૨૬-૧૨-૧૯૦૮
વડોદરેથી–વિ કે સતવસ્તુ પ્રતિ પ્રેમની વૃત્તિથી જેવાથી પણ તે વસ્તુની નજીકમાં આત્મા મુકાય છે. આત્મિકસહજહૂરણુઓમાં જે સત્ય સમાયું છે તે વસ્તુતઃ આત્માનું હોવાથી આત્મા તેને પોતાનું માને અને તે હું છું એમ કહીને આચારમાં મૂકે તે ખરેખર તે ઉચ્ચ થઈ શકે છે. જગતમાં સહજ સ્કુરણુઓની વૃત્તિઓ વિરૂદ્ધ વૃત્તિવાળાઓ તેના પ્રતિપક્ષી થાય તે પણ ધીરપુરૂષ પ્રબલમાં પ્રબલ અંતરાયોને પણ દૂર કરી પિતાને
For Private And Personal Use Only